મૂડીવાદ ખતરામાં: રઘુરામ રાજનMarch 13, 2019

  • મૂડીવાદ ખતરામાં: રઘુરામ રાજન

 સમાન તક મળતી
નહીં હોવાથી મૂડીવાદ વિરૂધ્ધ વિદ્રોહની
બતાવી લાલબત્તી
નવી દિલ્હી તા.13
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગઇકાલે ચેતવ્યા કે સમાજમાં સંભવિત ‘વિદ્રોહ’ની સ્થિતિને જોતાં મૂડીવાદ પર ‘ગંભીર ખતરો’ દેખાય છે. તેમણે કહ્યું કે, ખાસ કરીને 2008ની વૈશ્ર્વિક નાણાંકીય મંદી બાદ આર્થિક અને રાજકીય વ્યવસ્થા લોકોને બરાબર તક ઉપલબ્ધ નથી કરાવી શકી.
યુનિવર્સિટી ઓફ શિકાયોમાં પ્રોફેસર રાજને બીબીસી રેડિયો 4’ એસ યુડે કાર્યક્રમમાં જણાવ્યું કે, અર્થ વ્યવસ્થા વિશે વિચાર કરતા સમયે દુનિયાભરની સરકારો સામાજિક અસમાનતાને નજરઅંદાજ કરી શકે તેમ નથી. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ આઇએમએફના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું કે, ‘મારૂં માનવું છે કે મૂડીવાદ ગંભીર ખતરામાં છે, કેમકે તેમાં ઘણા લોકોને તક નથી મળી રહી અને જ્યારે આવું થાય છે તો મૂડીવાદની વિરૂધ્ધ વિદ્રોહ ઉભો થઇ જાય છે.’ રાજને કહ્યું કે, મને લાગે છે કે, મુડીવાદ નબળો પડી રહ્યો છે, કેમકે તે લોકોને સમાન તક નથી આપી રહ્યો. તેમણે કહ્યું કે, ‘મૂડીવાદ લોકોને સમાન તક નથી આપી રહ્યો અને હકીકતમાં જે લોકો તેનાથી પ્રભાવિત થઇ રહ્યા છે, તેમની સ્થિતિ બગડી છે.’ રાજને કહ્યું કે, ‘સંશોધનોનું સંતુલન જરૂરી છે, તમે તમારી મરજીથી કંઇપણ પસંદ નથી કરી શકતા, હકીકતમાં જે કરવાની જરૂર છે, તે તકોમાં સુધારો કરવાની જરૂર છે.’
બોકસ... શિક્ષણથી નોકરી મળી જ જાય એની હવે ખાતરી નથી!
પૂર્વ ગવર્નરે કહ્યું કે, ભૂતકાળમાં ‘સામાન્ય શિક્ષણ’ની સાથે એક મધ્યમ કક્ષાની નોકરી મેળવવી શક્ય હતી. પરંતુ, 2008ના વૈશ્ર્વિક આર્થિક સંકટ બાદ સ્થિતિ બદલાઇ છે. જો તમારે સફળતા મેળવવી છે, તો તમારે ખરેખર સારા શિક્ષણની જરૂર છે.