દીપડા સાથે શ્ર્વાન જેવું વર્તનMarch 13, 2019

  • દીપડા સાથે શ્ર્વાન જેવું વર્તન

અમરેલી અને જૂનાગઢ પંથકમાં આવેલ ગીર વિસ્તારમાં રાજાપશુઓ સાથે જતાં અત્યાચાર અંગે વારંવાર ઉહાપો મચતો હોય છે. અને વન વિભાગ દ્વારા અમુક બનાવની તપાસ થાય છે. તો અમુક પ્રકરણ પર ઢાંક પિછોડો થતો હોવાની પણ ફરિયાદ થતી હોય છે. દરમિયાનમાં સોશ્યલ મીડિયામાં એક તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં 7 થી 8 મહિનાનો દીપડો બીમાર અવસ્થામાં કોઈ ટિખ્ખરખોળનાં હાથે આવી જતાં દીપડા સાથે શ્વાન જેવું વર્તન થઈ રહયાનું જણાઈ આવતાં પ્રાણીપ્રેમીઓએ આ ઘટનાની તપાસ કરવા વન વિભાગ સમક્ષ ફરિયાદ વ્યકત કરી છે. (તસવીર : મિલાપ રૂપારેલ, અમરેલી)