ગુજરાતના ગામડાંમાં યોજાયા વિદેશી કપલના લગ્ન, બળદગાડામાં નીકળી હતી જાન...જુઓ વીડીયોMarch 27, 2019

પોરબંદરઃ અત્યારસુધી આપણે એક ગુજરાતીએ વિદેશી યુવતી સાથે લગ્ન કર્યા અથવા તો પછી વૈભવી જીવન જીવતા લોકો વિદેશની ધરતી પણ ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યાં છે, ત્યારે એક જાપાનીઝ કપલે પોતાના દેશના કોઇ સિટીમાં નહીં પરંતુ ગુજરાતમાં અને એ પણ અહીંના શહેરમાં નહીં એક નાનકડાં ગામડાંમાં લગ્ન કર્યા છે અને એ પણ ભારતીય સંસ્કૃતિ અનુસાર પોરબંદર જિલ્લામાં આવેલા અને શહેરથી 10 કિ.મી. દૂર એવા કુછડી ગામે લગ્ન કર્યા છે. કુછડી સ્થિત આર્ષ સંસ્કૃતિ તિર્થ નામે આશ્રમ આવેલો છે, જ્યાં જાપાનીઝ ચિસતો નામની યુવતીએ જાપાનના ઓસાકામાં રહેતા યુવાન અકિરા સાથે લગ્ન કર્યા છે. ચિસતો આ આશ્રમ ચલાવી રહેલા પૂ. નિગમાનંદા સરસ્વતીજીના ગુરૂભાઈ ચૈતનાનંદજીના શિષ્યા છે અને તેમણે એકવાર કહ્યું હતું કે જ્યારે તેમેના લગ્ન નક્કી થશે ત્યારે તેમને ભારતમાં આવીને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મૂજબ લગ્ન કરવા છે. તેથી જેવા લગ્ન નક્કી થયાં કે તેમણે કુછડી સ્થિત આશ્રમમાં લગ્ન કર્યા હતા. જે યુવતીના લગ્ન થયા છે તે ભગવત ગીતા, ઉપનિષદ સહિતનું જ્ઞાન ધરાવે છે, તેટલુ જ નહીં તે સંસ્કૃતનું શુદ્ધ ઉચ્ચારણ પણ કરી શકે છે અને શાસ્ત્રોક્ત રીતે પૂજાપાઠ પણ કરે છે.