એનીમિયા (પાંડુતા) । સ્ત્રીઓની સામાન્ય તકલીફMarch 26, 2019

સ્ત્રીઓમાં સામાન્ય રીતે એનીમિયા (પાંડુતા)નું પ્રમાણ વધારે જોવા મળે છે. આધુનિક વિજ્ઞાન અનુસાર હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું થવાના કારણે એનીમિયા થાય છે. આયુર્વેદમાં તેને પાંડુરોગ સાથે સરખાવવામાં આવે છે. પાંડુતા એટલે ત્વચામાં જોવા મળતી ફીક્કાશ, આ પાંડુરોગમાં જોવા મળતું મુખ્ય લક્ષણ છે. આ ઉપરાંત ઓછી કાર્યક્ષમતા હોવી, થાક લાગવો, કામમાં મન ન લાગવું, પગથિયા ચડતી વખતે શ્ર્વાસ ચડવો. નિંદ્રા, કૃમિ, ચક્કર આવવા વગેરે લક્ષણો પૈકી અમુક પણ જોવા મળે છે. કયારેક શરીર, ચહેરા, આંખો, નખમાં ફીક્કાશની સાથે સાથે સોજા, કળતર, ખાલી ચડવી, માથાનો દુખાવો અને મૂત્રમાં પણ પીળાશ જોવા મળે છે. આયુર્વેદ અનુસાર નિદાન સેવનથી રસધાતુ અને રક્તધાતુનું પોષણ જઠરાગ્નિ દૃષ્ટીના કારણે ઉચિતરૂપથી નથી થતું જેનાં પરીણામે પાંડુરોગ થાય છે. એનીમિયા (પાંડુરોગ) આયુર્વેદ ચિકિત્સા :
હ પાંડુરોગની અવસ્થા અનુસાર પંચકર્મની શુદ્ધિકરણની વમન, વિરેચન વગેરે પ્રક્રિયા પછી યોગ્ય ઔષધિ આપવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે.
હ લૌહ ભસ્મ અને લૌહના અન્ય યોગો, ગળો, આમળા, દ્રાક્ષ, ભાંગરો, પુનર્નવા, પીપર, સૂંઠ, હરડે, નાગરમોથ, વાવડીંગ વગેરે આયુર્વેદીક ઔષધો પણ સહાયક નીવડે છે.
એનીમિયા (પાંડુરોગ) ધ્યાનયોગ ચિકિત્સા :
હ ચક્રાસન, ઉતાનપાદાસન, ઉષ્ટ્રાસન, પશ્ર્ચિમો, સર્વાંગાસન, સવાસન અને સૂર્ય નમસ્કાર એનીમિયામાં મદદરૂપ થાય છે. વિશેષરૂપથી પ્રાણાયામ-અનુલોમ-વિલોમ, કપાલભાતિ ઉજનયી વગેરેનો અભ્યાસ લાભદાયી છે. નિયમિત ધ્યાનથી જઠરાગ્નીનું કાર્ય સંતુલિત થઇને રસ રક્તને ઉચિત પોષણ મળે છે.
એનીમિયા (પાંડુરોગ)માં આટલું જરૂર ધ્યાનમાં રાખવું :-
હ દિવસે ન સુવું, માટી ન ખાવી હ જવ, ઘઉં, મગ, પાલક, દુધ, છાશ, જામફળ, સરગવાનાં પાન, શેરડી, સુકી કાળી દ્રાક્ષ, પાકુ કેળું, દાડમ, દેશી ગાયનું ઘી, આમળા, લીંબુ વગેરે જરૂર લેવા હ ખાટું-ખારું-તીખું ભોજન ન લેવું હ વધુ પડતું કઠણ, રૂક્ષ ભોજન, આલ્કોહોલ ન લેવા હ કારેલા, રાઇ, અથાણાં, કળથી ન લેવાં. હ તડકામાં ન જવું, વધુ પડતી કસરત, મૈથુન, ક્રોધ, ઇર્ષ્યા, તનાવ ન કરવો. (ઉપરોકત ઉપચાર અને ઔષધિ, સલાહ કે યોગાભ્યાસ આયુર્વેદ, યોગ નિષ્ણાંતની સલાહ પછી જ કરવો.)
ડો.હેતલ આચાર્ય ઈં એમ.ડી. (આયુર્વેદ પંચકર્મ) રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત