કચ્છ સરહદે 60 કિ.મી.ની ફેન્સીંગ અધુરીMarch 23, 2019

સબ સલામતના દાવાઓ વચ્ચે સંવેદનશીલ સરહદ ભૂજ તા,18
કચ્છ સીમાએ 1 વર્ષમાં 60 કિલોમીટર લાંબી ફેન્સિંગનું અધુરૃ કામ પુરુ થઈ જશે. ખેડાના સંસદ સભ્યે પુછેલા એક પ્રશ્રનો લેખિત પ્રત્યુતર પાઠવતા ગૃહરાજ્યમંત્રીએ આ જણાવ્યુ હતુ. સરકાર દ્વારા કરવામાં આવતા સલામતીના દાવાઓ વચ્ચે આ હકીકત બહાર આવી છે. લાંબા સમયાથી ચાલતો ફેન્સીંગનો પ્રોજેક્ટ હજૂ સુાધી પુરો થયો નાથી.
પુલવામાં આંતકીઓ હુમલા બાદ ભારત દ્વારા પીઓકેમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકને લઈને બંને દેશો વચ્ચે તણાવભરી સિૃથતીનું નિર્માણ થયુ હતુ. ત્યારે વાધુ એક વખત કચ્છ સીમાએ અધુરી રહેલી ફેન્સીંગનો મુદે ઉઠયો છે. ખેડાના સંસદસભ્ય દેવુસિંહ ચૌહાણે અધુરી ફેન્સીંગ અંગે પુછેલા એક પ્રશ્રનો લેખિત પ્રત્યુતર પાઠવાયો હતો. જેમાં કચ્છ સીમાએ 1 વર્ષમાં 60 કિલોમીટર લાંબી ફેન્સીંગનું અધુરુ કામ પુરુ થઈ જશે, તેમ જણાવવામાં આવ્યું છે. જવાબમાં વધુમાં જણાવાયું હતુ કે, ભારત-પાકિસ્તાન વચ્ચે ગુજરાતમાં 508 કિલોમીટર લાંબી રણ સરહદ આવેલી છે. જેમાંથી 340 કિલોમીટર સરહદ પર કાંટાળી વાડ બાંધવી શકય છે. જો કે 280 કિલોમીટરની સરહદ પર ફેન્સિંગનું કામ પુરૃ થઈ ગયુ છે અને માત્ર 60 કિલોમીટર લાંબી સરહદે વાડ બાંધવાનું કામ અધુરૃ રહી ગયુ છે. જે આગામી 2020 સુાધીમાં પૂર્ણ થઈ જશે. 168 કિલોમીટર લાંબી સીમાએ ફેન્સિંગ શકય ના હોઈ ત્યાં બીએસએફ દ્વારા વિવિાધ પ્રકારે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 168 કિલોમીટરની સીમા ક્રિક વિસ્તારની છે. વાડ વગરની સીમાએ 2015 બાદ એક વખત પણ ઘુસણખોરી કે દાણચોરી ના થઈ હોવાનું તેમણે જણાવ્યુ હતુ.