‘સ્ટાર ઇન્ડિયા’ હવે વોલ્ટ ડિઝનીમાં...March 22, 2019

નવી દિલ્હી: મીડિયા સેકટરમાં 5 લાખ કરોડ રૂપિયા (71 અરબ ડોલર)નો સોદો પૂર્ણ થઇ ગયો છે. આ સોદો ડિઝની અને ફોકસ ગ્રુપની વચ્ચે થયો છે. આ થકી મીડિયા સેકટરમાં મોટો બદલાવ આવશે. આ મીડિયા જગતનો બીજો સૌથી મોટો સોદો છે. ડીઝનીએ 21 સેન્ચુરી ફોકસને ખરીદ્યું છે.આ ડીલમાં ફોકસ ગ્રુપના ફોકસ ન્યુઝ, ફોકસ સ્પોર્ટસ અને ફોકસ બ્રોડકાસ્ટીંગનો સમાવેશ થતો નથી. એકસમેન અને ડેડપુલ જેવી ફિલ્મોના અધિકાર હવે ડીઝનીને મળશે. સાથે જ મારવેલની એવેન્જર સીરીઝ પર પણ હવે ડીઝનીનો અધિકાર જોવા મળશે. ડિઝની આ ક્ધટેન્ટની મદદથી નેટફિલકસની માફક ડિઝની પ્લસ સ્ટ્રીમીંગ સેવા લોન્ચ કરશે.આ ડીલ બાદ સ્ટાર ઇન્ડીયા હવે વોલ્ટ ડીઝનીમાં સામેલ થઇ ગઇ છે અને સ્ટાર ઇન્ડીયાની મનોરંજનની અને સ્પોર્ટસની અનેક ચેનલ્સ છે. આ બાદ હવે ડિઝની અને મારવેલના પાત્રો એક ફિલ્મમાં જોવા મળી શકે છે.