મુસાફરી ટ્રેનમાં છતાં અહેસાસ ‘હવા હવાઇ’નો!March 22, 2019

ડ્રાઇવર લેસ ટ્રેન બાદ ભારતીય રેલવેએ વધુ એક સાહસ કર્યું છે. જેનાથી હવે યાત્રાનો રોમાંચ એકાએક વધી જશે. સાથોસાથ સફરની સવલતમાં  પણ વધારો થશે. ટૂંક જ સમયમાં મુંબઇથી ગોવાની મુસાફરી ખુબ રોમાંચભરી થવાની છે. તા. 18 ડિસેમ્બરથી દાદર અને મડગાંવ વચ્ચે દોડનારી શતાબ્દી એકસપ્રેસમાં એક ગ્લાસ ટોપ કોચ શરુ કરવામાં આવશે. જેમાં ખુરશીઓ રોટેટ થતી હશે. સાથોસાથ મનોરંજન માટે સીટની ઉપર તરફ ટીવી મૂકવામાં આવ્યું છે. 40 સીટ ધરાવતા આ એક કોચની કિંમત 3.38 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે, ગ્લાસ રુફ ટોપ હોવાને કારણે બાહરનો નજારો જોવાનો આનંદ હવે બેવડાશે. આ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કેન્દ્રિય રેલવેએ મુંબઇના છત્રપતી શિવાજી મહારાજ ટર્મીનલ પર રિસિવ કર્યો હતો. આ વર્ષે ચોમાસાની સિઝનમાં અઠવાડિયામાં ત્રણ દિવસ આ ટ્રેન દોડાવવામાં આવશે. ત્યારબાદ અઠવાડિયામાં પાંચ દિવસ સુધી દોડશે. આ ટ્રેન દાદરથી સવારે 5.25 વાગ્યે રવાના થશે જે સાંજે 4 વાગ્યે માડગાવ પહોંચાડશે. વિસ્ટાડોમ કોચને ચેન્નઇની ધ ઇન્ટીગ્રલ કોચ ફેકટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ કોચનું ભાડું શતાબ્દી એકસપ્રેસના એક્ઝિકયુટિવ કલાલ જેટલુ હશે. આ ઉપરાંત રિઝર્વેશન ચાર્જ, જીએસટી અને અન્ય કોઇ ચાર્જ પણ વધારવામાં આવશે. આ ઉપરાંત આ ટ્રેન માટે કોઇ ડિસ્કાઉન્ટ પણ નહીં મળે. જે ઓછામાં ઓછું 50 કિમીનું અંતર કાપશે. દેશના પ્રવાસનને વેગ આપવા માટે આ ટ્રેન મુંબઇના દાદરથી મુકવામાં આવી છે. આ ટ્રેન શરૂ થતા મુંબઇથી ગોવા જવાનું સરળ થઇ રહેશે. આ ઉપરાંત કોઇ પ્રકારની મુશ્કેલી વગર બેસ્ટ સવારી સાથે ગોવા પહોંચી શકાશે. જોકે, આ એક કોચની વાત છે ભારતીય રેલવે આખી કાચની ટ્રેન માટે વિચારણા કરી શકે છે. આ પ્રોજેકટ હજું ઓન ફલોર થતા ઘણી વાર લાગશે.