ઓક્સફર્ડ ડિક્શનરીમાં ‘ચડ્ડી’ને મળ્યું સ્થાનMarch 22, 2019

નવી દિલ્હી તા.22
અંગ્રેજી ભાષાની ઓકસફર્ડ ઇંગ્લીશ ડીકશ્નરીમાં ચડ્ડી શબ્દને સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય 650 નવી પ્રવિષ્ટિ (શબ્દકોશ કે કોઇ સુચિમાં માહિતીની નોંધ કરવી તે) ને પણ અધિકારી રીતે અંગ્રેજી શબ્દ તરીકે માન્યતા આપવામાં આવી છે.
બ્રિટનમાં ચડ્ડી શબ્દને બ્રિટીશ અભિનેત્રી મીરા સ્યાલ અને સંજીવ ભાસ્કરના ગુડનેસ ગ્રેશિયસ મી દ્વારા લોકપ્રિયતા મળી. ઓકસફર્ડ ઇંગ્લીશ ડીકશનરીના વરીષ્ઠ સહાયક સંપાદક જે. ડેન્ટે કહ્યું કે તમામ નવી અને સંશોધિત થતી પ્રવિષ્ટિ માટે આકરી મહેનત અને શોધ કરવામાં આવે છે. આ શબ્દને શોર્ટ ટ્રાઉઝર, શોર્ટસ તરીકે પણ પરિભાષિત કરવામાં આવે છે. તેને સામાન્ય રીતે અંડરવિયર અથવા અંડરપેન્ટ કહેવાય છે.