જૂનાગઢમાં હત્યા કેસમાં નાસતો ફરતો આરોપી ઝબ્બેMarch 19, 2019

જૂનાગઢ તા,19
મજેવડી ગેઈટથી ભવનાથ જતા રસ્તે જેલવાડીથી આગળ વળાંક પાસે એક શખ્સ ઉભો હતો. પોલીસે શંકાના આધારે તેની પૂછપરછ કરતા આ શખ્સ ભારતમીલના ઢોરામાં રહેતો દાદુ ગુલામહમદ ગામેતી હતો અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પકડાયો હતો. બાદ જામીન ઉપર છુટી ફરતો હોય જેના આધારે પોલીસે તેમની તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો તથા ફૂટેલા કાર્ટીસ નંગ-3 મળી આવતા પોલીસે દાદુને ઝડપી લીધો હતો અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.