જૂનાગઢ બોલબાલા ટ્રસ્ટ દ્વારા ધાણી, મમરા, ખજૂરનું વિતરણMarch 19, 2019

 બહેનોને પાર્લરની ટ્રેનિંગ અપાઈ
જૂનાગઢ તા,19
જૂનાગઢમાં છેલ્લા થોડા વર્ષોમાં જ સેવાકીય પ્રવૃત્તિઓ સારું કર્યા બાદ જૂનાગઢનું એક અવિભાજ્ય અંગ બની ચુકેલ બોલબાલા ટ્રસ્ટ દ્વારા એક જ દિવસમાં અંગે સાસાથે સાત કાર્યક્રમોનું આયોજન કરી જુનાગઢના સંગીત રસિયાઓ ની સાથે બહેનો ને બેકરીની આઈટમો સહિત પાર્લરની ટ્રેનીંગ આપવામાં આવી હતી અને એક હજારથી વધુ બાળકોને મમરા, ધાણી, અને ખજુરનું વિતરણ કરવામાં
આવ્યું હતું.
રાજકોટ ખાતે છેલ્લા 29 વર્ષથી સેવાના ક્ષેત્રમાં જેની બોલબાલા છે એવા રાજકોટના બોલબાલા ગ્રુપ દ્વારા જુનાગઢ ખાતે સેવાયજ્ઞનો છેલ્લા થોડા વર્ષોથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે જૂનાગઢ ખાતે બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયની આગેવાની અને માર્ગદર્શન નીચે એક જ દિવસમાં સાત સપ્તરંગી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સંગીતાના આરાધના કરતી સંસ્થાના પ્રમુખનું સન્માન, સંગીત સંધ્યા, બોલબાલાના સભ્યોને આઈકાર્ડ વિતરણ, કપિંગ થેરાપી, બેકરી ક્લાસ, 1 હજાર બાળકોને મમરા, ધાણી અને ખજુરનું વિતરણ, અઢીસોથી વધુ બહેનોને મનપસંદ હેર કટીંગ તાલીમ તેમજ કૂકિંગ ક્લાસમાં પિઝા, બ્રેડ, નાન ખટાઇ વગેરે નાસ્તાની વસ્તુ ઘરે સુધ્ધ અને સાત્વિકત રીતે બનાવી શકે તેવી તાલીમ અપાઈ હતી.