બેન્કોમાં 20 થી 24 - 4 દિવસનું ‘વેકેશન’!March 18, 2019

નવી દિલ્હી, તા.18
ભારતમાં દરેક તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં હોળીના તહેવારનું પણ વિશેષ મહત્વ રહેલું છે. હોળીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે. હોળી અને ધુળેટી. જેમાં ખાસ કરીને બજારો આ બે દિવસ બંધ રહે છે. જેમાં આ વખતે હોળના તહેવાર નિમિત્તે ધૂળેટી ગુરુવારે આવે છે.
જેમાં શુક્રવાર અને શનિવાર બે દિવસ વચ્ચે આવે છે. જેથી બેંકના કર્મચારીઓને મીની વેકેશન માણવા મળશે. પાંચ દિવસ બેંકનું કોઇ કામ થશે નહીં. જેમાં તમારા બેંકના કામ આવતી કાલ સુધી આટોપી લેવા સારા. નહીં તો સોમવારે બેંક ખુલશે. આવો જોઇએ કેવી રીતે આ બેંકનું મીની વેકેશન કહેવાશે.
20થી 24મી માર્ચના રોજ ચાર દિવસ સુધી બેંકો બંધ રહેશે. જોકે, અહીં એક વાત નોંધવી જરૂરી છે કે અલગ અલગ રાજ્યમાં બેંકની રજા અલગ અલગ હોય છે. આખા દેશમાં બેંક ફક્ત રાષ્ટ્રીય
તહેવાર હોય તે જ દિવસે બંધ રહે છે. 20મી માર્ચ (બુધવાર)ના રોજ હોળીને કારણે દહેરાદૂન, કાનપુર, લખનઉ અને રાંચીમાં રજા રહેશે.
21મી માર્ચના રોજ ધૂળેટી છે એટલે કે ગુરુવારે મોટા ભાગના રાજ્યમાં બેંકમાં રજા રહેશે. 22મી માર્ચના રોજ શુક્રવારે બિહાર ડે છે, આ કારણે બિહારમાં બેંકોમાં રજા રહેશે. 23મી માર્ચના રોજ ચોથો શનિવાર હોવાને કારણે અને 24મી માર્ચના રોજ રવિવારે હોવાથી બેંક બંધ રહેશે. આથી 21થી લઈને 24મી માર્ચ સુધી રજા રહેશે.
ગુજરાતમાં 21મી માર્ચ એટલે કે ગુરુવારના દિવસે બેંકોમાં ધુળેટીની રજા રહેશે. ત્યાર બાદ શુક્રવારે બેંક ચાલુ રહેશે. જે બાદમાં ચોથો શનિવાર અને પછીના દિવસે રવિવાર આવતો હોવાથી બે દિવસ સુધી બેંક બેંધ રહેશે. ઉલ્લેખનિય છે કે અઠવાડિયાના અંતમાં જ્યારે ગુરુવારે રજા આવતી હોય છે ત્યારે સામાન્ય રીતે બેંકોમાં કર્મચારીઓ રજા લેતા હોય છે. એટલે કે શક્ય છે કે બેંક ચાલુ હોવા છતાં તમારું કામ ન થઈ શકે. માટે જો કોઇ બેંકના કામ હોય તો આવતી કાલ સુધી પતાવી લેવા જોઇએ.