ટેરિફ મામલે ટ્રમ્પનો ભારતને જોરદાર ઝટકોMarch 04, 2019


વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ખૂબ મોટો ઝટકો આપતા જણાવ્યું કે ભારત આપણાથી ઘણું વધારે ટેરિફ વસૂલ કરે છે, જ્યારે આપણે તેઓથી કોઈપણ પ્રકારનો ટેરિફ વસૂલ કરતા નથી. પરંતુ, હવે એવું થશે નહી. ભારતે પણ અમેરિકાને નિકાસ કરવા માટે ટેરિફ આપવો પડશે.
તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતુ કે અમેરિકા ભારતને બાઇક નિકાસ કરે છે, તો તેના પર 100 ટકા ટેક્સ આપવો પડે છે. આનાથી ભાવ બે ગણા થઇ જાય છે. પરંતુ, ભારતથી જે વસ્તુઓ અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે તેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાવવામાં આવતો નથી.
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા મૂર્ખ નથી, તેથી હવે અમે રેસીપ્રોકલ ટેક્સ ભારતથી પણ વસૂલ કરીશું. જોકે, આ ટેક્સ કેટલો હશે તે વિશે કોઈ માહિતી નથી. તેમણે કહ્યું કે સીનેટના વિરોધના ચાલતા અત્યાર સુધી અમે ટેક્સનો વધારો કર્યો ન હતો, પરંતુ હવે ભારત પર પણ હાઇ ટેરિફના કારણે રેસીપ્રોકલ ટેક્સ લાગુ થશે.
ભારત અમેરિકાને દર વર્ષે લગભગ 5.6 બિલિયન ડોલરનું નિકાસ કરે છે, જેના પર કોઈ પણ પ્રકારની ડ્યુટી (ટેક્સ) ની વસૂલી કરવામાં આવતી નથી. ભારત 1970 ના દાયકાથી આ સુવિધાનો ફાયદો ઉઠાવી રહ્યો છે. જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ (જીએસપી) ના કારણે અમેરિકાનો ફિક્સલ ડેફિસિટ ખૂબ વધારે છે. તેથી, અમેરિકા આ કાર્યક્રમને ધીરે ધીરે બંધ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.