પરીક્ષાખંડમાં સ્વસ્થ મન અને આત્મવિશ્ર્વાસથી પ્રવેશોMarch 02, 2019

ધોરણ 10 અને 12ની પરીક્ષા 7 માર્ચથી શરૂ થઇ રહી છે. હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે પરીક્ષાને લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓ ટેન્શન મુક્ત રહે તે ખુબ જરૂરી છે. પરીક્ષાના છેલ્લા દિવસો અને પરીક્ષાખંડમાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ચિંતા કર્યા વગર સરળતાથી આ પરીક્ષાનો સમય પસાર કરી શકાશે.
પરીક્ષાના એક વિક પહેલા
* પરીક્ષાના ગાળામાં આનંદપુર્વક અને એકદમ સ્વસ્થતાથી વાંચો.
* બીક-ગભરાટ-ચિંતાઓ છોડો તમને જેની બીક લાગે છે કે મારા માર્કસ બરાબર નહિ આવે તે તમારી ભૂલ છે.
* કોઇપણ જાતના દબાણ વિના વાંચો અને જેટલું આવડે એટલું લખી જ નાખો. તમારી ધારણા કરતા વધારે માર્કસ આવશે જ.
* પરીક્ષાના ગાળામાં પુરી ઊંઘ છ કલાક લેવાનું ચૂકશો નહિ. ઉજાગરા અને પુરતા આરામનો નહિ, ઉજાગરા અને પુરતા આરામનો અભાવ અસ્વસ્થતા તરફ લઇ જાય છે.
* અત્યારે તમારા બધા વિષયોમાં જેટલા જેટલા પ્રશ્ર્નો, દાખલાઓ, ઓબ્જેકટીવ પ્રશ્ર્નો તમે પરીક્ષાની આગલી રાત્રે વાંચવાના છો તે નકકી કરી રાખો અને વાંચવામા જરૂરી બધું સાહિત્ય ભેગું કરી રાખો.
* પરીક્ષાના આગળના દિવસોમાં કોઇ જ નવી બાબતો નવા પ્રશ્ર્નો વાંચશો નહિ. તમે જે કંઇ તૈયાર કરેલું હોય, તમને આવડતું હોય તેવી બાબતોનું પુનરાવર્તન કરવું. નવી બાબતો આ ગાળામાં મગજમાં ગોઠવાતી નથી.
એક દિવસ પહેલા
પરીક્ષાના આગલા દિવસે જે વિષય હોય તેજ ફાઇલ ટેબલ પર કે વાંચવાની જગ્યા પર પડેલી હોવી જોઇએ.
* અન્ય નકામું કોઇ સાહિત્ય તમારી આસપાસ હોવું ન જોઇએ.
* પરીક્ષાની આગલી રાતે -જે વાંચવાનું નકકી કરી રાખ્યું તેના ભાગ પાડી સૌથી વધારે અગત્યના પ્રશ્ર્નો કયા-કયા (અત્યાર સુધી તમે જે-જે પેપરોની પ્રેકટીસ કરી છે અથવા સારા સજેશનો બહાર પડયા હોય તેમાંથી અથવા તમારા શિક્ષકે તમને સારા પ્રશ્ર્નો સુચવ્યા હોય તેમાંથી પસંદ કરવા) તે બધા પ્રશ્ર્નો વાંચવા માટે તૈયાર રાખો.
પરીક્ષા ખંડમાં
* પરીક્ષા સ્થળે 30 મિનિટ વહેલા પહોંચી કોઇની સાથે બીનજરૂરી વાતચીત કે ચર્ચામાં જોડાશો નહિ. માત્ર સ્વસ્થ મને એકલા ઇશ્ર્વરને પ્રાર્થના
કરતા રહો.
* પરીક્ષાખંડમાં દાખલ થતી વખતે સ્વસ્થ મન, ઉત્સાહ અને હિંમતથી મહાન કાર્યની સફળતા તરફ જઇ રહ્યા છો તેવા ઉત્તમ વિચારો સાથે દાખલ થાઓ.
* પ્રશ્ર્નપત્ર મળે ત્યારે પેપર પરની બધી સુચનાઓ વિગતથી વાંચો. કોઇ ચાલુ માળખામાં ફેરફાર હોય તો મગજમાં તે નોંધો અને તે પ્રમાણે આગળ વધો. કદાચ પેપર જોતાની સાથે કોઇ અપરિચિત કે અઘરો પ્રશ્ર્ન દેખાઇ આવે તો પણ ચિંતા કરશો નહીં. તેમાં ઘણા સહેલા અને સરળ પ્રશ્ર્નો પણ હોય છે.
* કોઇ પ્રશ્ર્ન તમને એમ લાગે કે આ કોર્સની બહારની છે તો પણ તમે ચિંતા કર્યા સિવાય માત્ર જેટલું ખબર હોય, જેટલું લખી શકો તેમ હોય તેટલું લખીને પ્રશ્ર્નને એટેમ્પ્ટ કરવો જ, જેથી કદાચ કોર્સની બહારનું હશે તો પણ તેમને જો તમે એટેમ્પ્ટ કર્યો હશો તો પુરા માર્કસ મળશે.
દસ મિનિટ પહેલા
અને છેલ્લા પંદર મિનિટ
* પરીક્ષાની પહેલી 10 મિનિટમાં માત્ર ઉત્તમ વિચારો કરો અને ઇશ્ર્વરને પ્રાર્થના સિવાયની કોઇપણ ચિંતાત્મક બાબતો વિશે મનને જોડવું નહિ. મેં આ પ્રશ્ર્નો તૈયાર કર્યા નથી. પુછાશે તો શું થશે ? ગણિત અઘરું છે. આવા દાખલા ફાવતા નથી. વિચારો પરીક્ષાના પેપર લખવામાં રૂકાવટ કરે છે.
* પરીક્ષાની છેલ્લી પંદર મિનિટમાં આખું લખેલું પેપર વાંચી જવું અને નાની નાની ક્ષતિઓ, ભુલો સુધારી લેવી. બરાબરની નિશાની, માટેની નિશાની, કોઇ જગ્યાએ કોઇ શબ્દ બરાબર ન હોય, વાકય રચના બરાબર ન હોય, કાનો-માતર લખવામાં રહી ગયો હોય તો તે સુધારી લેવા.
- ગિજુભાઈ ભરાડ
શિક્ષણ વિદ - ભરાડ સ્કૂલ પેપર લખવા માટે આ પ્રકારે કરો ટાઇમ મેનેજમેન્ટ
સ્વસ્થ રીતે પેપર લખવા માટે પેપરમાં સમયનું આયોજન ચોકસાઇપુર્વક જ કરો અને તેને પૂર્ણ પણે વળગી રહો. 60+120 મિનિટનું પેપર શરૂ થતાં પહેલા પ્રથમ દસ મિનિટ પ્રાર્થના માટે, છેલ્લી દસ મિનિટ ફાઇનલ ટચ માટે અને બાકી 150 મિનિટ 100 માર્કસની પરીક્ષા માટે જેનું આયોજન આ રીતે કરો. વર્ણનવાળા પ્રશ્ર્નમાં એક માર્કસના અનુસંધાને બે મિનિટ અને ઓબ્જેક્ટીવના પ્રશ્ર્નોના અનુસંધાને એક માર્કસ્ માટે એક મિનિટ ફાળવવી. એ અને બી વિભાગ માટે એક માર્કસ્ માટે એક મિનિટ, સી, ડી, ઇ વિભાગ માટે એક માર્કસ માટે બે મિનિટ એટલે કે ‘2’ માર્કસના પ્રશ્ર્ન માટે 2 મિનિટ (લગભગ ચાર લોટી) અને 3 માર્કસના પ્રશ્ર્ન માટે 12મિનિટ (લગભગ દસથી બાર લીટી) અને 4 માર્કસના પ્રશ્ર્નમાટે 10 મિનિટ (લગભગ ચૌદથી સોળ લીટી) અને પાંચ માર્કસનાં પ્રશ્ર્ન માટે 15 મિનિટ(લગભગ 16થી 20 લીટી). પેપર વહેલું પુરું થાય કે કોઇ પ્રશ્ર્ન બાકી રહી જાય, તે બન્ને સ્થિતિ પેપર લખતાં આવડતું નથી તેની નિશાની છે. જો આમ પેપર લખશો તો પેપર તપાસનાર પણ ખુશ થશે
ક્ષ પાઠ્યપુસ્તક આધારિત જવાબો.
ક્ષ નવા પ્રશ્ર્નોની શરૂઆત નવા પાનેથી.
ક્ષ એક આખો વિભાગ એક સાથે નવા પાનેથી.
ક્ષ વાંચી શકાય તેવા અક્ષરો, શબ્દો વચ્ચે જગ્યા.
ક્ષ દોઢ ગણા મોટા અક્ષરો કરવા.
ક્ષ મુદ્દાઓ છૂટા પાડી, વિભાગ માડી, છુટું છુટું લખો.
ક્ષ ચાર કે પાંચ લીટીથી મોટો પેરેગ્રાફ લખવો નહિ.
ક્ષ એક જ રંગ, બ્લુ રંગની શાહીથી લખવું.
ક્ષ બાહ્ય ઠઠારો ન કરવો.
ક્ષ કોઇ દાખલો બેથી વધારે પ્રયાસ કરવા છતાં ન મળે તો વધારે પ્રયાસ ન કરવો.