દરેક પ્રોબ્લેમ સોલ્વ નહી થાય...હેન્ડલ કરતા શીખોMarch 02, 2019

"દરેક પરીક્ષામાં વિદ્યાર્થી અર્જુન જેવી મનોસ્થિતીમાંથી પસાર થતો હોય છે ત્યારે માતા-પિતાએ શ્રી કૃષ્ણ જેવી ભુમિકા ભજવવાની હોય છે. એવું જણાવતા જાણીતા શિક્ષણવિદ્ અને નચિકેતા સ્કુલના ફાઉન્ડર સાંઇરામ દવે એ માતા-પિતાની ભુમિકાને મહત્વપુર્ણ ગણાવતા કેટલીક મહત્વની વાતો ‘ગુજરાત મિરર’ સાથે કરી હતી
આજ કાલ મોટાભાગે એક જ સંતાન હોય છે તેથી માતા-પિતા ઓવર પ્રોટેકટેડ રાખે છે. બાળકનું ગણિત નબળુ હોય તો સતત સુચના આપે કે ‘ઘ્યાન રાખજે તારુ, ગણિત નબળુ છે હો અને ખાસ ઘ્યાન રાખજે કાંઇ રહી ન જાય આવા શબ્દો બાળક પર ટેન્શન વધારે છે પરીક્ષાખંડ સુધી લેવા-મુકવા જવું એ માતા-પિતાની ફરજ છે પરંતુ ઓવર કેરીંગ બાળકને નબળા પાડે છે માતા-પિતાએ આજે બાળકને હેન્ડીકેપ્ટ કરી નાખ્યા છે તે કયાંક ને કયાંક બાળકને સ્યુસાઇડ સુધી લઇ જાય છે.
બીજુ શિક્ષકો વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે તનતોડ મહેનત કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન તેમણે અભ્યાસ કરાવી વિદ્યાર્થીના દરેક પ્રશ્ર્નો સોલ્વ કર્યા છે ત્યારે માતા-પિતાએ અને વિદ્યાર્થીએ પોતાના શિક્ષક પ્રત્યે ભરોસો રાખવો આવશ્યક છે. વિદ્યાર્થીએ પણ વિશ્ર્વાસ રાખવો જોઇએ કે મને મારા શિક્ષકે વર્ષ દરમિયાન જણાવ્યુ છે અને જે નથી આવડતુ તે છેલ્લા દિવસોમાં કોઇ રીતે આવડવાનુ નથી અને એક ખાસ વાત દરેક પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકો એવુ નથી બનવાનુ પરંતુ પ્રોબ્લેમને હેન્ડલ કરતા શીખો
છેલ્લી ઘડીએ અંધશ્રઘ્ધામા ન અટવાવ ભગવાન પર શ્રઘ્ધા રાખો પરંતુ અંધશ્રઘ્ધા ન રાખો માનતા કે અંધશ્રઘ્ધાથી દૂર રહો
આખુ વર્ષ તમે જે વિષય ભણ્યા છો તે તમારે ફકત 3 કલાકમાં લખવાનું છે તો નહી આવડે એવુ શા માટે માનવું ? પરિણામ કોઇ પણ આવે માતા-પિતા માટે બાળકનું સ્થાન એ જ રહેવાનુ છે ચાલો... આપણે સહુ સાથે મળીને વિદ્યાર્થીને વિશ્ર્વાસ અપાવીએ અને પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવે તે માટે પ્રોત્સાહીત કરીએ.
-સાંઇરામ દવે
શિક્ષણવિદ્, ફાઉન્ડર (નચીકેતા સ્કૂલ) પેરેન્ટસ! આટલું રાખજો ધ્યાન
સંતાન પરીક્ષા ખંડ સુધી જાય ત્યાં સુધી માતા-પિતા સતત સુચનો આપ્યા કરે છે તે યોગ્ય નથી.
કોઇ પ્રશ્ર્ન રહી જાય કે ખોટો લખાય તો તેને મહત્વ આપવા કરતા જે લખ્યુ છે તેને ઘ્યાનમા લઇ હિંમત આપો.
બાળકની મર્યાદાને સ્વીકારો રાતોરાત તમારુ બાળક બધુ શીખી લેવાનુ નથી.
સમગ્ર વર્ષ દરમિયાન તે જે ભણ્યો છે તેના પર વિશ્ર્વાસ રાખી તેને પ્રોત્સાહીત કરો.
તગારો નકારાત્મક અભિગમ બાળકને ડિમોરલાઇઝ કરે છે તેનું ઘ્યાન રાખો.