Don't take StressMarch 02, 2019

પ્રાણાયામ તેમજ ‘ઓમ’ ઉચ્ચારણથી સ્ટ્રેસ લેવલ નીચું જાય છે તેમજ ઉજજયી પ્રાણાયામથી આત્માવિશ્ર્વાસમાં વધારો થાય છે
24 કલાકમાંથી થોડી મિનીટો યોગ-પ્રાણાયામ અને મેડીટેશનને ફાળવી સ્વસ્થતા, એકાગ્રતા અને આત્મવિશ્ર્વાસ કેળવી શકાય છે   પરીક્ષાનો સમય હવે જયારે નજીક છે, ત્યારે વિદ્યાર્થીઓને સ્વસ્થ અને તણાવમુક્ત રહેવા માટેની કેટલીક માહિતી અને ટીપ્સ. ખાસ કરીને યોગ વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી થઈ શકે છે. જાણીએ યોગ અને આહારથી કઈ રીતે માત્ર 30 મિનિટ ફાળવી તણાવમુક્ત કેમ રહી શકાય અને પરીક્ષામાં સ્વસ્થતા, એકાગ્રતા અને આત્મવિશ્ર્વાસ કેળવી શકાય.
1. Stretch and forget stress
સામાન્ય રીતે સુક્ષ્મ યોગ જેવા કે આંખ, ગળા અને હાથની હળવી કસરત કરવાથી થાક ઓછો લાગે છે અને લખવા અને વાંચવામાં સરળતા રહે છે. તણાવમુક્ત રહેવા માટે શરીરમાં થોડું ખેંચાણ ઉપયોગી સાબિત થાય છે. આસનો દ્વારા સરળતાથી શરીરમાં ખેંચાણ લાવી શકાય છે. આસનોમાં તાડાસન,વૃક્ષાસન જેવા ઊભા રહીને કરવામાં આવતાં આસનોથી એકાગ્રતા વધે છે. મત્સ્યાસન અને સેતુબંધાસન જે સીધા સુઈને કરવામાં આવતા આસનોથી જ્ઞાનતંતુઓને આરામ મળે છે. રેબીટ અને કેમલ પોઝથી મસ્તીષ્કને આરામ મળે છે. માત્ર 10 મિનિટ જેટલો સમય ફાળવવાથી તાણ ઘટી શકે છે.

2. Inhale Peace and exhale fear
પ્રાણાયામ એટલે શ્ર્વાસોશ્ર્વાસના નિયંત્રણની પ્રક્રિયા. પરીક્ષા સમયે તણાવને લીધે યાદ રાખવું, વાંચવું કે એકાગ્રતા માટે ભ્રામરી પ્રાણાયામ ખુબ લાભદાયી રહે છે. તેમજ ઉજ્જયી પ્રાણાયામ કરવાથી આત્મવિશ્ર્વાસમાં વધારો થાય છે. આ પ્રાણાયામ માટે 5 થી 7 મિનિટ જેટલો સમય ફાળવવાથી ઉપયોગી સાબિત થાય છે.
ઓમ ના ઉચ્ચારણથી પણ સ્ટ્રેસ લેવલ નીચો આવે છે એવું વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે. 3. Know Meditation
વાંચન શરૂ કરતાં પહેલાં ખાસ અને પૂર્ણ કર્યા બાદ ખાસ 2 થી 5 મિનિટ મેડીટેશન કરવું. ધ્યાન કરવા માટે આરામદાયક સ્થિતિમાં બેસીને શરીરને હળવું કરવું, ત્યારબાદ શ્ર્વાસ તરફ ધ્યાન લાવી તેની ગતિનું નિરીક્ષણ કરવું. શ્ર્વાસ સાથે મન જોડાયેલ છે. જેમ શ્ર્વાસ ધીમા થતાં જશે, તેમ મન શાંત અને તણાવમુક્ત થતું જશે. અ સ્થિતિમાં મનોચિત્રણ એટલે કે વિઝ્યુલાઈઝ કરો કે તમે પરીક્ષા આપી રહ્યા છો, તમે ખુબ ખુશ છો કારણ કે, તમને બધું જ આવડી રહ્યું છે. ઉત્સાહ અને આનંદની અનુભૂતિ કરો અને સ્વ-સૂચન એટલે કે અરરશળિફશિંજ્ઞક્ષત બોલો.
1. હું જે પણ વાંચું છું, મને બધું જ યાદ રહે છે.
2. હું પરીક્ષામાં સફળ થઈ રહ્યો/રહી છું.
3. હું ખુબ સારા ગુણોથી ઉતીર્ણ છું.
4. મારો આત્મવિશ્ર્વાસ વધી રહ્યો છે.
5. હું ભયમુક્ત અને શાંત છું.
થોડીવાર શાંત બેસી ફરી શ્ર્વાસ અને શરીર તરફ સજાગ થઈ જાવ અને ધ્યાનમાંથી બહાર આવો.

4. Food Makes Mood
તણાવની સીધી અસર પાચનતંત્ર પર પડે છે. તેમ છતાં યોગ્ય પોષક તત્વો મળી રહે તેવો ખોરાક લેવો અનિવાર્ય છે. જેમકે શરીરને હાઈડ્રેટ રાખવા માટે નાળીયેર પાણી, છાશ, લીંબુનું સરબત જરૂરી છે. ડ્રાય ફ્રુટ્સ, નટ્સ, ગોળ મગજના જ્ઞાનતંતુઓને પોષણ આપવા માટે આવશ્યક છે.ફળો સરળ પાચન માટે ખુબ ઉપયોગી છે. દરરોજ ઓછામાં ઓછુ એક ફળ જોઈએ જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે અને બીમારીથી દૂર રહી શકાય. સુપાચ્ય, સમતોલ અને ઘરનો ખોરાક લેવો.
પરીક્ષામાં તણાવ થાય એ સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ તણાવ પર નિયંત્રણ અને તેને દૂર કરવો પણ એટલો જ જરૂરી છે. આ સાથે શરીર અને મનને સ્વસ્થ રાખવું પણ અત્યંત આવશ્યક છે. પરીક્ષા દરમ્યાન ખાસ થોડું ધ્યાન રાખવાથી વધુ સારું પરિણામ મેળવી શકાય.
તો આશા છે વિદ્યાર્થી મિત્રોને યોગ અને આહાર સંબંધી માહિતી ઉપયોગી થશે. All The Best and
Don’t Take Stress.
- વાગ્ભી પાઠક (યોગ એક્સપર્ટ)