Study, Society, Spirituality: ત્રણ અભિગમ જીવનની દરેક પરીક્ષામાં ઉપયોગીMarch 02, 2019

  • Study, Society, Spirituality: ત્રણ અભિગમ જીવનની દરેક પરીક્ષામાં ઉપયોગી

રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી સ્ટડી, સોસાયટી અનેSpiritualityના ત્રણ અભિગમો પર જીવનના દરેક તબકકે એટલે કે સફળતા અને નિષ્ફળતા વખતે સકારાત્મક અભિગમ કઈ રીતે રાખી શકી જીવનમાં આગળ વધી પ્રગતિ કરી શકીએ એ માટે જણાવે છે કે, સૌ પ્રથમ અભ્યાસ એટલે કે તમારે શું બનવું છે એ લક્ષ્ય નકકી કરી ગમે તે ભોગે એ લક્ષ્ય પૂરો કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવો. ભણવાની ઈચ્છાશક્તિ પ્રબળ રાખવી જોઈએ. કયારેય આત્મવિશ્ર્વાસ ઘટવો ના જોઈએ. બીજું સોસાયટી એટલે કે શિક્ષક, માતા-પિતાને સમજી આદર આપવો. સમાજમાં તમામ વ્યકિતને માન-સન્માનથી બોલાવવા. અને ત્રીજુ આધ્યાત્મિકતા, જીવનમાં સત્સંગ હશે તો કોઈપણ પરિસ્થિતિમાં હારશો નહિં. રોજ પ્રાર્થના અવશ્ય કરવી, પ્રાર્થનાથી સારી સફળતા મળે જ છે.
આગામી દિવસોમાં અભ્યાસની સાથે કેટલીક અગત્યની બાબતો પણ ધ્યાનમાં રાખતા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી જણાવે છે કે,
- પરીક્ષામાં મિત્રો, મોબાઈલ અને સંબંધીમાં સમય ન બગાડવો.
- બીજા સાથે કમ્પેરીઝન ન કરવી.
- આવશ્યક ભોજન અને આરામ લેવો.
- સ્વમુલ્યાંકન કરવું અને યાદ રહે એ રીતે વાંચવું.
- દૂરના ભવિષ્યની હાલ ચિંતા ના કરો.
- મા-બાપ અને સંબંધીના સૂચનોને નેગેટીવ ના લો.
- ગુરૂતાગ્રંથી ના રાખો અને લઘુતાગ્રંથી પણ ના રાખો.
- શિક્ષણ પધ્ધતિથી વાકેફ થાઓ.
- ભગવાનને સાથે રાખીએ.
- તમારે આગળ વધવું હોય તો ગરીબી કયારેય અડચણ નહિં બની શકે.
- દરેક તાળાની ચાવી છે તેમ દરેક મુશ્કેલીનું સમાધાન છે.
- દરેક નિષ્ફળ નિરાશ ના પણ હોય અને દરેક સફળ આનંદમય ના પણ હોય.
- કોઈને પાછા પાડવાના પ્રયત્નો ન કરવા, હંમેશા પોતાની લીટી લાંબી કરવી.
- નિષ્ફળતાની વચ્ચે નિરાશ ન થઈએ ઉદાસ ન થઈએ.
- કોઈપણ પરિસ્થિતિમાં નિષ્ફળ જવાય તો પણ જીવતા રહેવું એ જરૂરી છે.
- જીવનમાં દરેક જગ્યાએ પરીક્ષા જ છે. જીંદગીના છેલ્લા શ્ર્વાસ સુધી દરેક જગ્યાએ પડકાર જ છે.