ધારીના ગોપાલગ્રામ ગામે બાળકને ફાડી ખાનાર દીપડો પાંજરે પૂરાયોFebruary 28, 2019

 વન વિભાગની સફળતા, લોકોને રાહત
અમરેલી : ધારી તાલુકાનું ગોપાલગ્રામ ગામેં મંગળવારે છેવાડાના વિસ્તારમાં કોથળાના કંતાન બાંધીને રહેતા કિશોર વાઘેલાનો વ્હાલસોયો એકનો એક દીકરો એભલને રાતના સુમારે આદમખોર દીપડો ઉઠાવીને નાસી છૂટતા પરિવાર માં અરેરાટી વ્યાપી ગઈ હતી.
સાવ સામાન્ય પરિવારના દિપક ને દીપડાએ શિકાર બનાવીને ફાડી ખાધો હતો અને નાના એવા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો ત્યારે દીપડો કઈ રીતે ઘૂસ્યો ને ઘરના કુળદીપકને પીંખી નાખતા ભયનો માહોલ સજાયો હતો અને રાતના અંધારામાં માનવ ભક્ષી બનેલ આ દીપડો આ કંતાન વાળા ઘરમાં ઘૂસીને એભલને ઉઠાવી ગયો હતો અને ઘરના પરિવારજનો દીપડા પાછળ દોડયા પણ દીપડાએ એભલને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને એભલનું કુટુંબ રોકકળ કરી રહ્યું હતું. ત્યારે આ દીપડા ને પકડવા માં વન વિભાગ ને સફળતા મળી હતી અને આજે વહેલી સવારે આ દીપડો પાંજરે પુરાયો હતો અને વન વિભાગ અને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.