વઢવાણના ચમારેજ નજીક ટ્રેન હડફેટે માતા અને પુત્રીનાં મોતFebruary 28, 2019

 દરણું દળાવવા નીકળેલ માતા પુત્રી રેલવે ટ્રેક ઉપર કેમ પહોંચ્યા? પોલીસે તપાસ હાથ ધરી
વઢવાણ તા. 28
સુરેન્દ્રનગરમાં રહેતા માતા-પુત્રીનુ વઢવાણના ચમારેજ ગામ પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજયા હતા ટ્રેઇનના ડ્રાઇવરે પોલિસને જાણ કરતા બન્ને માતા-પુત્રીની ઓળખ થઇ હતી
બનાવની વિગત મુજબ વઢવાણના ચમારેજ રેલ્વે ટ્રેક ઉપર એક મહિલા અને બાળકીની લાશ પડી હોવાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી લાશની ઓળખ માટે પ્રયાસ કરતા ઉપરોકત બન્ને સુરેન્દ્રનગરમાં 80 ફુટના રોડ ઉપર રહેતા મીરાબેન અને તેની પુત્રી જાન્વીની હોવાનુ બહાર આવ્યુ હતુ
પોલીસ તપાસમાં બહાર આવેલ વિગત મુજબ સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ ઉપર રહેતા મીરાબેન સિઘ્ધરાજભાઇ સભાડ અને બે વર્ષની પુત્રી જાનવી ઘરેથી દરણે દળાવવાનુ કહી ને નીકળ્યા હતા.
સાંજ સુધી માતા-પુત્રી પરત નહી આવતા સિઘ્ધરાજ ભાઇએ તપાસ કરી હતી ત્યારે જ વઢવાણ પોલીસ દ્વારા મહિલા અને બાળકીની લાશ રેલ્વે ટ્રેક ઉપરથી મળયાની જાણ કરતા સિઘ્ધરાજભાઇએ બન્ને ને ઓળખી બતાવ્યા હતા અને તેમના ઉપર આભ તુટી પડયુ હતુ
પોલીસે સિઘ્ધરાજભાઇનુ નિવેદન નોંધી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.