"શિવત્વને જાગૃત કરવાનું પર્વ- મહાશિવરાત્રી"

આપણે શિવરાત્રીના પર્વમાં ભગવાન શિવને હૃદયથી યાદ કરીએ છીએ, એની પાછળ ઘણા બધા કારણો છે પરંતુ આજે વર્તમાનમાં આપણને સૌથી વધારે આકર્ષે એવું કારણ એ છે કે તેઓએ સંસારના કલ્યાણ માટે વિષ પોતે ધારણ કર્યુ હતું. આ જ વિષય એટલે અંદર અને બહાર રહેલી નકારાત્મક ઉર્જા જે દ્વેષ, ધૃણા, નફરત જેવા ભાવોના કારણે ઉત્પન્ન થાય છે. આવી નકારાત્મક વિષરૂપી ઉર્જા પોતે ગ્રહણ કરે છે અને બીજાને શાંતિ, સમાધાન, પ્રેમ જેવી સકારાત્મક ઉર્જા આપે છે. આપણે શિવરાત્રીનું પર્વ મનાવીએ છીએ તેની પાછળ પણ આવી જ રોચક કથા છે. દેવો અને દાનવોના દ્વારા કરાયેલા અમૃત મંથન પહેલા વિષ નીકળ્યું અને તે લેવા માટે કોઇ દેવ સક્ષમ ના હતા. આવા સમયે શિવજીએ એ વિષ પીધું અને નીલકંઠ કહેવાયા. આ જ અમૃત તો બધા લેવા માટે તૈયાર છે. નવી નવી શોધથી ઉત્પન્ન થયેલા સાધનોનો ઉપયોગ માટે બધા તૈયાર છે પણ તેના કારણે ઉત્પન્ન થયેલી નિરાશા, હતાશા, મયાયિતતશજ્ઞક્ષ જેવી લાગણીઓને માત્ર શિવતત્વધારી જ કોઇ લઇ શકે છે.
બીજું, શિવજી જ એક એવા દેવ હતા જેમણે દેવો અને રાક્ષસો બંનેને વરદાન આપ્યા છે. જેના દ્વાર બંને માટે ખુલ્લા હતા. એટલે તો એમને ભોળેનાથ કહ્યા છે. આજે એવા જ કોઇની આવશ્યકતા છે. જે આપણામાં રહેલા આવા રાક્ષસરૂપી ભાવો હોવા છતા પણ સ્વીકારે એટલે આપણને શિવજી પ્રિય છે.
શિવજી દેશ, કાળ, ધર્મ, જાતી, સ્થાન, બધાથી પર જ છે, એટલે તો તેમને દેવો કે દેવ મહાદેવ કહ્યા છે. કોઇ પણ હોય તેમણે સદૈવ ભક્તિનું ફળ આપ્યું જ છે.
શિવરાત્રી ઉજવવા પાછળ બીજી પણ એક રોચક કથા છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવના વિવાહ માતા પાર્વતી સાથે થયા હતા. આ શિવ એટલે આપણી અંદર રહેલો આત્મા જે શિવનો જ અંશ છે. જે સદૈવ ઉંચાઇ પર સ્થિત પરમાત્મા, ભજ્ઞતળશભ ાજ્ઞૂયિ, તીાયિળય યક્ષયલિુ સાથે સંપર્ક સાધવા માટે તત્પર રહે છે. આ સંપર્ક બનાવવા માટે તેને શક્તિની આવશ્યકતા છે. શિવરાત્રીમાં કુંડલિની દૈવીનો સાથ મળે અને ઉંચાઇ પર સ્થિત પરમાત્મા તીાયિળય યક્ષયલિુ સાથે સંપર્ક બને છે. બીજી પ્રકૃતિ પોતે આ યોગ કરવામાં શિવરાત્રીના દિવસે મદદરૂપ થાય છે. પ્રકૃતિ પોતે જ આધ્યાત્મિક પ્રગતિ માટે ઉપરની તરફ ધકેલે છે. આ સમય આપણા મેરૂદંડમાં સ્થિત ર્માં કુંડલિની દેવી જે એક શક્તિ છે તે ઉપરની તરફ ગતિ કરે છે અને શ્રેષ્ઠ શાંતિની અવસ્થા મળવાની સંભાવના છે.
આ યોગ થયા બાદના અનુભવો અલગ હોય છે. વ્યક્તિ સંસાર ને શરીરમાં હોવા છતા પણ શરીરના ભાવોથી મુક્ત થાય છે. આના પ્રતિકાત્મક રૂપે શરીરમાં ભસ્મ લગાવવામાં આવે છે. ભસ્મ એટલે કે મૃત્યુ બાદની સ્થિતિથી સંપૂર્ણ અવગત હોવું. શિવને એટલે તો ભસ્મધારી કહ્યા છે. આનો શ્રેષ્ઠ નમૂનો હમણા જ જૂનાગઢમાં શિવરાત્રીના દિવસે મળશે જેને આપણે મિનિકુંભ કહીએ છીએ.
શિવજી કોઇ વ્યક્તિ હતા ? તેઓ કયાં હતા ? કેવા હતા ? એનાથી વધારે મહત્વ તેમના ગુણોનું છે. શિવજી જેવા જ ગુણો ધરાવનારને શિવતત્વધારી કહેવાય છે. આજે આવા કોઇ શિવતત્વ ધારીની આવશ્યકતા છે. જે વિષરૂપી હતાશા, મયાયિતતશજ્ઞક્ષ, તણાવરૂપી ઉર્જા લઇ શાંતિ, સમાધાનની ઉર્જા આપી શકે. આવા શિવતત્ત્વ ધારીની પાસે સદૈવ એક શક્તિનું એક ચક્ર ફરતું રહે છે. જેના લીધે તેમના માધ્યમથી નકારાત્મક શક્તિઓ તેમની આસપાસ પણ નથી આવી શકતી. આવા શિવતત્વધારી સદ્દગુરૂ આજે પણ ઉપલબ્ધ છે. સદ્દગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામી દ્વારા લખાયેલા આધ્યાત્મીક ગ્રંથ હિમાલય કા સમર્પણ યોગ ભાગ- 2 માં તેમના હિમાલય સ્થિત સદ્દગુરૂ શ્રી હરિમહારાજે તેમને શિવતત્વનાં વર્તમાન માધ્યમ - યુગપુરૂષરૂપે દર્શાવતાં કહ્યું છે કે, "યુગપુરૂષ શિવને સમાન હોય છે, તેઓ ખુબ જ સહજતાથી પોતાનું જ્ઞાન પ્રદાન કરે છે. શિવ એક તત્ત્વ છે જે મંગલદાયક છે, મંગલકારી છે. યુગપુરૂષ મંગલકારી હોય છે, શિવતત્વધારી હોય છે.
- મોહિતભાઈ કાચા
(આધ્યાત્મિક વક્તા, ધ્યાનયોગ નિષ્ણાંત, લાઈફ કોચ) શિવજી દેશ, કાળ, ધર્મ, જાતી, સ્થાન, બધાથી
પર જ છે, એટલે તો
તેમને દેવો કે દેવ
મહાદેવ કહ્યા છે.
કોઇ પણ હોય
તેમણે
સદૈવ ભક્તિનું
ફળ આપ્યું
જ છે શિવજી કોઇ વ્યક્તિ હતા ? તેઓ કયાં હતા ? કેવા હતા ?
એનાથી વધારે મહત્ત્વ તેમના ગુણોનું છે. શિવજી જેવા જ ગુણો
ધરાવનારને શિવતત્ત્વધારી કહેવાય છે. આજે આવા કોઇ શિવતત્ત્વ ધારીની આવશ્યકતા છે