કલ્યાણ સ્વરૂપ શિવની આરાધનાનું પર્વ: શિવરાત્રીFebruary 28, 2019

ચિદાનંદ રૂપ શિવોહમ્ શિવોહમ્
કલ્યાણ સ્વરૂપ શિવની આરાધનાનું પર્વ: શિવરાત્રી ભગવાન શિવને ભોળનાથ કહેવામાં આવ્યા છે. ભગવાન શિવના નામનો અર્થ જ છે. કલ્યાણ સ્વરૂપ, કલ્યાણ દાન, જેના સ્વરૂપની આરાધનાથી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. દેવ, દનુજ, ઋષિ, મહર્ષિ, યોગી, મુની, સિધ્ધ, ગાંધર્વ દરેક શિવની આરાધના કરે છે.દાનવો,રાક્ષસો,પણ શિવજીને ભજી વરદાન મેળવતા એવો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે.
કળીયુગમાં માનવ પણ શિવજીને ભજીને પોતાની સમસ્યાના ઉપાયો મેળવે છે. શિવજી ખરેખર ભોળા ભગવાન જ છે. જે ફક્ત જલાભિષેકથી પણ ખુશ થઇને આશીર્વાદ આપે છે. શિવપુરાણમાં જીવનની સમસ્ત પરેશાનીઓમાંથી બહાર નીકળવાના ઉપાય બતાવ્યા છે. જેનાથી ઇચ્છાપૂર્તિ શકય બને છે. વિશેષ ફળપ્રાપ્તિ માટે વિશેષ શિવલિંગ તેમજ જુદા જુદા દ્રવ્યો વડે અભિષેક કરવામાં આવે છે.
તા.4 માર્ચના રોજ શિવરાત્રી અને સોમવારનો સુભગ સમન્વય શિવ આરાધના માટે શ્રેષ્ઠ છે.આ દિવસે શિવલિંગ પર અભિષેકનું વિશેષ મહત્ત્વ છે.રાશિ મુજબ ચોક્કસ દ્રવ્ય વડે અભિષેક કરવાથી સમસ્યાનો ઉકેલ આવે છે તેમજ જુદા જુદા દ્રવ્યના બનેલ શિવલિંગ પર અભિષેકનો પણ વિશેષ લાભ છે. શિવ આરાધના માટે આ મંત્રની આરાધના કરવી.
ૐ નમ: શિવાય શુભં શુભં
કુરુ કુરુ શિવાય નમ: ૐ શિવની પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે દેવની પૂજા થઇ જાય છે. મહાદેવજીની પૂજાનું મહત્ત્વ નિશીથ કાળમાં એટલે કે મધ્ય રાત્રીના
(12:34થી 1:22) વધારે છે સાંસારિક ઇચ્છાપૂર્તિથી લઇને આધ્યાત્મિક યાત્રાની સફળતા માટે શિવતત્ત્વની આરાધના ફળ આપે છે અભિષેક શા માટે ? અભિષેક એટલે સ્નાન કરવું. શિવલિંગ ઉપર અભિષેક કરવાથી જીવનના બધા જ દુ:ખો દૂર થાય છે અને શિવની પ્રાપ્તિ થાય છે. શિવલિંગની પૂજામાં ત્રણેય દેવતાની પૂજા થાય છે.
મુલતો બ્રહ્મ રૂપાય..મધ્યતો વિષ્ણુ રૂપીણે.. અગ્રત શિવ રૂપાય..
મહાદેવજીની શિવલિંગમાં સૌથી નીચેનો ભાગ બ્રહ્મા સ્વરૂપ છે, મધ્યનો ભાગ વિષ્ણુ સ્વરૂપ છે, અને સૌથી ઉપરનો ભાગ સ્વયં શિવ સ્વરૂપ છે. શિવની પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે દેવની પૂજા થઇ જાય છે.મહાદેવજીની પૂજાનુ મહત્ત્વ નિશીથ કાળમાં એટલે કે મધ્ય રાત્રીના (12:34 થી 1:22) વધારે છે.