રાશિ મુજબ શિવરાત્રીએ ચોક્કસ દ્રવ્ય વડે અભિષેકથી વિશેષ લાભFebruary 28, 2019

મહા વદ તેરસ ને સોમવાર તારીખ 4 માર્ચના દિવસે મહાશિવરાત્રી છે. આ વર્ષે શિવરાત્રિ અને સોમવારનો સંગમ હોવાથી તેનું મહત્ત્વ વધી જાય છે. શિવરાત્રીના દિવસે એકટાણું ઉપવાસ કરીને પોતાની રાશિ પ્રમાણે શિવજી ઉપર વિવિધ અભિષેક કરવાથી લાભ મેળવી શકાય છે.
* મેષ રાશિ (અ, લ, ઇ)
આ રાશિના લોકોએ શિવલિંગ ઉપર ‘ૐ નમ: શિવાય’મંત્રનો જાપ અથવા પુરાણોક્ત અભિષેક મંત્ર બોલી અને શિવલિંગ ઉપર દૂધ અને ત્યારબાદ શેરડીના રસ તો અભિષેક કરવાથી લાભ થશે અને મનોકામના પૂર્ણ થશે.
* વૃષભ રાશિ (બ, વ, ઉ)
વૃષભ રાશિના લોકોએ દૂધ તથા દહીંનો અભિષેક કરવો ઉત્તમ રહેશે.અભિષેક કર્યા બાદ સફેદ ચોખા ચડાવવા.
* મિથુન રાશિ (ક, છ, ઘ)
આ રાશિના લોકોએ કાળા તલ તથા સાકરવાળા જળનો અભિષેક કરવો શુભ છે.
* કર્ક રાશિ (ડ, હ)
કર્ક રાશિના લોકોએ શિવલિંગ ઉપર દહીં, દૂધ, ચોખા, કાળા તલનો અભિષેક કરવો આનાથી રાહુની પીડા ઓછી થશે.
* સિંહ રાશિ (મ, ટ)
સિંહ રાશિના લોકોએ ઘી થીઅભિષેક કરવો અથવા ફક્ત જળથી અભિષેક કરવાથી પણ લાભ થાય છે.
* ક્ધયા રાશિ (પ, ઠ, ણ)
આ રાશિના લોકોએ બિલિપત્ર તથા વિવિધ ફળોના રસથી અભિષેક કરવાથી લાભ મળશે.
* તુલા રાશિ (ર, ત)
આ રાશિના લોકોએ ઘી અને ચોખાથી અભિષેક કરવાથી લાભ થશે.
* વૃશ્ર્ચિક રાશિ (ન, ય)
આ રાશિ પરથી નામ ધરાવતા લોકોએ ગોળવાળુ પાણી તથા કાળા તલ,લાલ પુષ્પ ચડાવવા.
* ધન રાશી (ફ, ભ, ધ, ઢ)
ધન રાશિના લોકોએ પીળા ફૂલ તથા ડાંગરથી અભિષેક કરવો શુભ રહેશે.
* મકર રાશિ (ખ, જ)
મકર રાશિના લોકોએ સરસવના તેલથી તથા કાળા તલથી અભિષેક કરવો ઉત્તમ રહેશે.
* કુંભ રાશિ (ગ, શ, ષ, સ)
કુંભ રાશિના લોકોએ અડદ સાથે સરસવનું તેલ ચઢાવવું લાભદાયી છે.
* મીન રાશિ (દ, ચ, ઝ, થ)
આ રાશિના લોકોએ કાળા તલ તથા ઘી ત્યારબાદ સાકરવાળા જળથી અભિષેક કરવો.
મનોકામના સિદ્ધિ માટે વિશેષ દ્રવ્યઅભિષેક
* પુત્ર પ્રાપ્તિ માટે ચોખાથી
* ધન પ્રાપ્તિ માટે બિલિપત્રથી
* ક્ધયા પ્રાપ્તિ માટે ડાંગરથી
* લાંબા આયુષ્ય માટે દુર્વાથી
* રાજયોગ માટે ઘી થી
* શત્રુ દૂર કરવા માટે સરસવના તેલથી
* સર્વ મનોકામના સિદ્ધિ માટે કાળા તલથી
* બિમારીમાંથી મુક્ત થવા દૂધથી
* બુદ્ધિ શક્તિ મેળવવા સાકરવાળા જળથી
* ડાયાબિટીસ જેવા રોગો તથા મંગળદોષ માટે શેરડીના રસથી અભિષેક કરવો.
ઓમ નમ: શિવાય મંત્રનો જાપ અથવા પુરાણોકત અભિષેક મંત્રથી મહાદેવજી ઉપર અભિષેક કરી શકાય છે.
- રાજદીપ જોશી (વેદાંત રત્ન)