ચિંતનFebruary 28, 2019


યુધિષ્ઠિરના નામ આગળ સત્યવાદી યુધિષ્ઠિર લખાય છે. કર્ણના નામ આગળ દાનેશ્ર્વરી કર્ણ, મીરાની આગળ કૃષ્ણભક્ત મીરા, ગૌતમની આગળ મહાવીરનો પ્રિય શિષ્ય ગૌતમ લખવામાં આવે છે. તમારી આગળ શું લખાય છે ? વોટ ઇઝ યોર આઇડેન્ટીટી ? અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, પ્રમુખ ? શું લખાય છે ?
તમારો જન્મ થયો ત્યારે શરીર પર જે વસ્ત્ર છે તે અને મૃત્યુ થાય છે ત્યારે પહેરાવવામાં આવે છે તે પણ તમે જાતે પહેરી શકતા નથી અને મૃત્યુ સમયે જે ઓઢાડવામાં આવે છે તેને કફન કહેવામાં આવે છે.
મારી સામે આચાર્યની આઇડેન્ટીટી એક મુનિ સામે આ લોકોની આઇડેન્ટીટી દરેકની એક આઇડેન્ટીટી છે. તમારી આઇડેન્ટીટી શું ? સુશ્રાવક ? તો લગ્ન વખતે પણ સુશ્રાવક લખશો ? એક નહીં દરેક સમયે હોય એવી આઇડેન્ટીટી શું ? જેમકે હું પ્રવચન આપુ ત્યારે પણ આચાર્ય છું શ્રોતા હોવ તો પણ આચાર્ય હોય છે એટલે કે 24 કલાક આચાર્ય હોવ છું ? જો શ્રી લાગે તો શ્રી શબ્દ કોણે લગાવ્યો તમે કે બીજા લોકોએ ? શ્રી શબ્દ ખુબ સુંદર છે. મહાભારતમાં વ્યાસજીએ લખ્યું છે તેમાં દુર્યોધનની આગળ કયારેય શ્રી લખ્યું નથી. શ્રીકૃષ્ણ, શ્રી અર્જુન લખ્યું છે પણ દુર્યોધન જેવું કામ કરનાર માટે કયારેય શ્રી શબ્દ યોગ્ય નથી એટલે શ્રી શબ્દ સામાન્ય નથી. દરેકે પોતાની સદ્દપ્રવૃતિઓ દ્વારા ઓળખાણ બનાવવી જરૂરી છે.
-પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજયરત્નસુંદરસૂરીશ્ર્વરજી મ.સા.