ગૃહ મોરચે ફરજ બજાવતી વીરાંગનાઓને સલામFebruary 26, 2019

સલમા શફીક ધોરી કે જેના 19 વર્ષની વયે આર્મીમેન શફીક ધોરી સાથે લગ્ન થયા. એક ફૌજીના જીવનમાં પ્રથમ ક્રમે દેશ હોય છે તે તેમને જલ્દી સમજાઇ ગયું મોબાઇલ ફોનની સગવડતા નહોતી એ જમાનામાં ઘરના ફોન પાસે પતિના ફોનની કલાકો પ્રતિક્ષા કરતા. રોજ પતિના નામે પત્રો લખતા. નાની નાની નોટિસ પતિના સામાનમાં છુપાવી દેતા આવા રસપ્રદ જીવનમાં અચાનક વજ્રઘાત પડયો 29 વર્ષની વયે 2001ની સાલમાં પતિ શહીદ થયા પતિ વગરના જીવનની કલ્પના જ શચમચાવી ગઇ છતા હિંમતથી બાળકો અને પરિવારજનોની જવાબદારી નિભાવી એટલુ જ નહીં આર્મીમેનની પત્નીઓનું જીવન કેવું હોય છે તેના વિશે ‘પિંક રેવોલ્યુશન’ પુસ્તક પણ લખ્યું
સલમા ધોરીએ પુસ્તકમાં જે વ્યથા વર્ણવી છે એ દરેક આર્મીમેનની પત્નીઓની છે ચાહે તે આજની વાત હોય કે દસ-વીસ વર્ષ પહેલાની વાત હોય કે પછીની હોય, સમગ્ર જીવન પતિના સાથ વગર વીતવવા માટે યુઘ્ધમાં લડવા કરતા પણ વધુ બહાદુરીની જરૂર પડે છે.
પતિ જયારે બહાદુરીથી સરહદ પર ડયુટી બજાવતા હોય છે ત્યારે તેમના ઘરે પણ પત્નીના રૂપમાં એક બહાદુર સૈનિક ફરજ બજાવે છે. જેના કારણે તેઓ નચિંત થઇ પોતાની ફરજ બજાવી શકે છે દરેક પળે પતિના વિયોગની આશંકા મનને ઘેરેલ હોય છે છતા બાળકોને તે ચિંતા અને ડરથી દૂર રાખીને સામાન્ય જીંદગી આપે છે. પરિવારમાં વૃઘ્ધ માતાપિતાની સંભાળ સામાજિક જવાબદારી વગેરે પતિની ગેરહાજરી દેખાડયા વગર બખૂબી નિભાવે છે આ વીરાંગનાઓ પણ સલામીની હકકદાર છે.
"પ્રિય નિકિતા,
પત્નીનું દુ:ખ સમજુ છું
"પ્રિય નિકિતા, તારુ દુ:ખ હું સમજી શકુ છું હું કેનેડિયન પત્ની છે જેણે પોતાનો પતિ ગુમાવી દીધો છે આ શબ્દો છે આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર કાર્યકર્તા ર્ઇસાફ કૈદરના જેમણે વિભૂતિ ના પત્ની નિકિતાને સંબોધીને ટિવટ કર્યુ હતુ આમ સ્થળ, સમય કોઇપણ હોય પત્ની, માતા અને પરિવારની પીડા, આંસુ સરખા જ હોય છે
"પાકિસ્તાનને ઉડાવી દો
દેવરિયાના જવાન વિજય કુમારની પત્ની વિજયા લક્ષ્મીએ પોતાની દોઢ વર્ષની માસુમ પુત્રીને ગળે લગાડતા આક્રોશ વ્યકત કર્યો હતો કે, "કયાં સુધી આપણા જવાનો શહીદ થશે? પાકિસ્તાનને ઉડાવી દો.
અસ્થિકુંભને સ્પર્શ દ્વારા ગર્ભમાં રહેલ બાળકને પિતાના સાહસનો પરિચય કરાવ્યો
રાજસ્થાનના ઝુનઝુન જિલ્લાના તિબા ગામના 40 વર્ષીય જવાન શેઓ રામના પત્ની સુભતા દેવી માતા બનાવાની પળોમાં પતિનો સાથ ઝંખતા હતા અને મળ્યો તિરંગામાં લપેટાયેલ પતિનો પાર્થિવ દેહ. ગર્ભમાં રહેલા બાળકને પિતાના સાહસનો પરિચય કરાવતા અસ્થિકુંભને માથા પર લગાડયો હતો.
ફોન પર બ્લાસ્ટનો
અવાજ સાંભળ્યો અને....
પુલવામા એટેક સમયે પ્રદીપસિંહ પોતાની પત્ની નીરજદેવી સાથે વાત કરી રહ્યા હતા અચાનક ધડાકાનો અવાજ સંભળાયો ફોન ડિસકનેકટ થયો સાથે નિરજદેવીનો પતિનો સાથ પણ કાયમ માટે ડિસનેકટ થઇ ગયો એ પત્નીની હાલતની આપણે કલ્પના પણ કરી શકતા નથી
લાડલીને પિતા સાથે મળાવી ન શકયા રોહિતોશ લાંબાના પત્ની
રાજસ્થાનના રોહિતોશ લાંબા
ત્રણ મહિના પહેલા જન્મેલ પુત્રીને જોવા ઘરે આવવાના હતા પરંતુ એ પહેલા પુલવામાના એટેકે તેનુ
જીવન સમાપ્ત કર્યુ અને પુત્રીને જોવાની ઇચ્છા પૂરી ન થઇ આમ પત્ની પોતાની લાડલીને પિતા સાથે મેળાપ કરાવી ન શકયા.