ફ્રૂટી મઠો । ટ્રાઇ કલર કપકેક । ફૂડ ટૉક

  • ફ્રૂટી મઠો । ટ્રાઇ કલર કપકેક । ફૂડ ટૉક
  • ફ્રૂટી મઠો । ટ્રાઇ કલર કપકેક । ફૂડ ટૉક

ફ્રૂટી મઠો
: સામગ્રી :
- મઠો બનાવવા માટે -
500 ગ્રામ- દહિંનો મસ્કો, 150 ગ્રામ-ખાંડ (અથવા સ્વાદ મુજબ)
1/4ટી. સ્પૂન ઇલાયચી, અખરોટના ટુકડા જરૂર મુજબ
: અન્ય સામગ્રી :
કિવિ- જરૂર મુજબ, પાકી કેરી- જરૂર મુજબ (કિવિ અને કેરીના નાના ટુકડા કરી રાખવા) કલર્ડ વર્મીસીલી (સ્વીટ)
: પઘ્ધતી :
* સૌ પ્રથમ દહિંના મસ્કામાં ખાંડ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી મિકસ કરવું ઇલાયચી પાવડર એડ કરી ઠંડુ કરવા રાખવું
: એસેમ્બલ કરવા માટે :
ડેઝટર્ડ ગ્લાસમાં નીચે કિવિના ટુકડા મુકવા ત્યારબાદ તેના પર અખરોટ મુકવા ત્યારબાદ તેના પર પાકી કેરીના ટુકડા મુકવા કલર્ડ સ્વીટ વર્મીસીલી થી ગાર્નીશ કરી એકદમ ઠંડુ સર્વ કરવું
ટ્રાઇ કલર કપકેક
: સામગ્રી :
180 ગ્રામ-મેંદો, 1 ટી.સ્પૂન બેકિંગ પાવડર, 1/2 ટી.સ્પૂન બેકિંગ સોડા, 5 ટે. સ્પૂન બટર, 200 ગ્રામ મિલ્કમેડ, 1 ટી. સ્પૂન વેનિલા એસેંસ, 100 એમએલ એરેટેડ વોટર(સોડા) વ્હીપક્રિમ જરૂર મુજબ, ઓરેંજ ઇમલ્સન, 1/2 ટી.સ્પૂન, પાન એસેંસ 1 થી 2 ટીપાં લિકવિડ ગ્રીન કલર-જરૂર મુજબ.
: રીત :
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર બેકિંગ સોડા મિકસ કરી ચાળી લેવું ત્યારબાદ તેમાં મેલ્ટેડ બટર, મિલ્કમેડ, વેનિલા એસેંસ અને સોડા એડ કરી 1 મિનિટ માટે ઇલેકટ્રીક બીટરથી બીટ કરવું અથવા હેન્ડ વ્હીસ્ક થી 5 મીનીટ બીટ કરવું. કપકેક મોલ્ડમાં ભરી પ્રીહીટેડ ઓવનમાં 180. પર 25 થી 30 મિનિટ બેક કરવું.
: કપકેક ફોસ્ટીંગ
માટે :
વ્હીપ ક્રિમને ત્રણ ભાગ કરવા. એક ભાગ માં ઓરેંજ ઇમલ્સન એડ કરવું બીજા ભાગમાં પાન એસેંસ અને ગ્રીન કલર એડ કરવો એક ભાગ વ્હાઇટ રાખવો આઇસીંગ બેગમાં સ્ટાર નોઝલ રાખી કપકેક પર પહેલા ગ્રીન પછી વ્હાઇટ અને ઉપર ઓરેંજ ક્રિમથી ફોસ્ટીંગ કરવું.