ભાવનગર જેલમાં કેદીએ ઝેરી દવા પી લીધીMarch 12, 2019

  • ભાવનગર જેલમાં કેદીએ ઝેરી દવા પી લીધી

 વલ્લભીપુર નજીક
બસ અને કાર અથડાતા એકનું મોત
ભાવનગર તા.12
ભાવનગર જીલ્લા જેલમાં કેદીએ દવા ગટગટાવી લેતા અત્રેની સરટી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. જ્યાં તેની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે.
જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જીલ્લા જેલમાં કેદી તરીકે સજા ભોગવતા નીલેશભાઇ ઘનશ્યામભાઇ (ઉ.વ.37)એ કોઇ કારણોસર વધારે પ્રમાણમાં દવા ગટગટાવી લેતા બેભાન હાલતે અત્રેની સરટી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. જ્યાં તેની તબીયત ગંભીર ગણાવાઇ રહી છે. આ અંગે એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ભાવનગર નજીક બસ અને કાર અથડાતા એકનું મોત નિપજ્યું હતું. માટે આઠને ઇજા થતા હોસ્પીટલ ખસેડાયેલ છે.
અકસ્માતની મળતી વિગત મુજબ ભાવનગરનાં વલ્લભીપુર નજીક ચમારડી ગામ પાસે બસ અને કાર ધડાકાભેર અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો અને કાર પલ્ટી ખાઇ જતાં તેમાં બેઠેલા
કેરીયા ગામના રામદેવસિંહ અગરસીંગ ડોડીયાનું ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે આઠને ઇજા થતા હોસ્પીટલ ખસેડાયેલ છે.