‘મેજેસ્ટિક ગીર લાયન... લવલી પિક્ચર’March 12, 2019

ગીરનારના જંગલમાં કેસૂડાનાં ઝાડ પર ચઢેલા સિંહની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. જે તસવીરો ફોરેસ્ટના એક અધિકારીએ તેના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ તસવીરો જોઈને પીએમ મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘Majestic Gir Lion....Lovely picture!.થ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ: મહત્વનું છે કે ફોરેસ્ટ ખાતાના અધિકારી પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં. ત્યારે તેમને આ નજારો જોયો હતો અને તેમના મોબાઈલમાં આ તસવીરો કેદ કરી લીધી હતી. સાથે જ એ અધિકારીએ જણાવ્યું હતું કે, પમારા જીવનની આ એક દુર્લભ ઘટના કહેવાય કે જ્યારે મેં કેસૂડાનાં ઝાડ પર સિંહને ચઢતો જોયો અને હું તે ઘટનાનાં મારા મોબાઇલ કેમેરામાં કેદ કરી શક્યો. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઈ રહી છે.