ભારત અમને આપવાનું પાણી રોકે તો કોર્ટમાં જઈશું: પાક.March 12, 2019

  • ભારત અમને આપવાનું પાણી રોકે તો કોર્ટમાં જઈશું: પાક.

 ‘ઈન્ટરનેશનલ કોર્ટ ફોર આર્બિટ્રેશનમાં પડકારશું’
ઈસ્લામાબાદ, તા.12
પાકિસ્તાને કહ્યું છે કે ભારત સિંઘુ નદી સમજૂતી હેઠળ તેને મળતું પાણી રોકી ન શકે અને જો આવું થયું તો તે ઈન્ટરનેશનલ કોર્ટ ફોર આર્બિટ્રેશનમાં જશે. પાકિસ્તાનના જિયો ન્યૂઝે સિંધુ જળ સાથે જોડાયેલા પાકિસ્તાનના પર્મેનન્ટ કમિશનના એક મુખ્ય અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે, ‘ભારત વારંવાર પાણીને લઈ આક્રમકતા’ બતાવે છે.
પાકિસ્તાની અધિકારીએ કહ્યું કે જો ભારત રાવી, સતલજ અને બિયાસ નદીઓનું પાણી રોકશે તો ઈસ્લામાબાદ ઈન્ટરનેાનલ કોર્ટ ફોર આર્બિટ્રેશનમાં જશે. નોંધનીય છે કે પુલવામાં આત્મઘાતી હુમલા પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગત મહિને કહ્યું હતું કે ભારતે પોતાના ભાગના પાણીને પાકિસ્તાનમાં જતા રોકવાનો નિર્ણય કર્યો છે. તે સમયે પાકિસ્તાને પ્રતિક્રિયામાં કહ્યું કે ભારત પોતાના ભાગનું પાણી રોકે છે તો તેને કશો જ વાંધો નથી. પાકિસ્તાની અધિકારીએ કહ્યું કે, ‘પાણી અને ઉર્જા મંત્રાલય પાકિસ્તાનને પાણી રોકવા સંબંધિત ભારતના ઉઠાવેલા પગલાની સમીક્ષા કરી રહ્યું છે.
સિંઘુ પાણી કરાર હેઠળ ભારત, પાકિસ્તાનની તરફ પાણીના વહેણને ન રોકી શકે અને જો તે આવું કરે છે તો અમે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બિટ્રેાનમાં જશું.’
અધિકારીએ કહ્યું કે, ‘ભારતના સિંઘુ જલ આયોગે પાણીનું વહેણ રોકવા સંબંધીત પગલા અંગે પાકિસ્તાનને કશું જ જણાવ્યું નથી.’ અધિકારીએ જણાવ્યું કે, ‘પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા માટે ભારતને અનેક વર્ષ લાગશે.’
નોંધનીય છે કે 1960માં થયેલા સિંઘુ જળ સમજૂતી અનુસાર પશ્ર્ચિમી નદીઓ, સિંઘુ, ઝૈલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનના ભાગમાં છે અને પૂર્વી નદી રાવી, બિયાસ અને રાતલજનું પાણી ભારતના ભાગમાં છે.