વિસણવેલમાં ચેકિંગ સ્કવોડને વિદ્યાર્થીઓએ બંધક બનાવી!March 12, 2019

જૂનાગઢ તા.11
માળિયાના વિશણવેલ ગામે શિક્ષણજગતની કલંકિત ઘટના ઘટવા પામી હતી અને વિદ્યાર્થીના વાલીઓ તથા ગામલોકોને પરેક્ષાકેંદ્રને ઘેરાવો ઘાલી દેતા એક શિક્ષક અને એક છાત્ર બેસુધ્ધ બની જતા હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા, વિશણવેલ ગામે પરિક્ષાને લઈને હોબાળો એટલો ગંભીર બની ગયો હતો કે ખુબ એસપી વિશણવેલ ગામે દોડી ગયા હતા અને મામલો થાળે પાડી અને તળાબંધી કરાયેલી ચેકિંગ સ્ક્વોર્ડ અને પરીક્ષાકર્મીઓને બહાર કઢાયા હતા.
બે દિવસ પુર્વે ગાંધીનગરની વીજીલન્સ સ્ક્વોડે વિસણવેલ ગામે માતૃ વંદના સ્કૂલમાં ત્રાટકી સામુહિક ચોરીનો પર્દાફાશ કરી ત્રણ સંચાલકો સામે જાહેરનામાના ભંગ તથા અન્ય કલમોના સાથે પોલિસ ફરિયાદ નોંધાયા બાદ શનિવારે પણ ચિકિંગ સ્ક્વોર્ડે એક વિદ્યાર્થીને ચોરી કરતો પકડી લીધા બાદ આજે પણ ચેકિંગ સ્ક્વોર્ડ માતૃ વંદના શાળા ખાતે પહોચી ગઈ હતી ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામ જનો રોષે ભરાયા હતા અને ચેકિંગ સ્ક્વોર્ડ અને પરીક્ષાકર્મીઓની ટીમને કેન્દ્રમાં તાળા મારી પુરી દિધા હતા.
આ બનાવને લઈને પરીક્ષાર્થી સંજય રાજુ પરમાર (ઉ.વ.18) તથા શિક્ષક માનસિંગ કેસોડાની તબિયત લથડતા અને બેસુદ થઈ જતા 108 દ્વારા નજીકની હોસ્પિટલે સારવારમા ખસેડવા પડ્યા હતા. જેના પગલે લોકોમા રોષ વધુ ભભુક્યો હતો.
અંતે પોલિસના ધાડેધાડા વિશણવેલમા ઉતારવા પડ્યા હતા. તથા જીલ્લા પોલિસ વડા અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ વિશણવેલ ખાતે પહોચી ગયા હતા ત્યારે મામલો થાળે પડ્યો હતો અને પરિક્ષા કેંદ્ર મા બંધી બનાવેલા પરીક્ષાકર્મીઓ અને ચેકિંગ સ્ક્વોર્ડને બહાર કાઢવામા આવી હતી.