વિશ્ર્વાસનો શ્ર્વાસ રૂંધતું સોશિયલ મીડિયાMarch 12, 2019

  • વિશ્ર્વાસનો શ્ર્વાસ રૂંધતું સોશિયલ મીડિયા
  • વિશ્ર્વાસનો શ્ર્વાસ રૂંધતું સોશિયલ મીડિયા
  • વિશ્ર્વાસનો શ્ર્વાસ રૂંધતું સોશિયલ મીડિયા
  • વિશ્ર્વાસનો શ્ર્વાસ રૂંધતું સોશિયલ મીડિયા

દીપ અને દિવ્યાની સગાઇ તૂટી ગઇ કારણ કે દિવ્યાના કોલેજકાળના મિત્રએ તેના ભૂતકાળના સંબંધો દરમિયાનની વાતચીત મોબાઇલમાં રેકોર્ડ કરેલી હતી તે દીપને સંભળાવી દીધી હતી. દીપે પણ દિવ્યાની કોઇ પણ સફાઇ સાંભળ્યા વગર સગાઇ ફોક કરી હતી આમ એક નાની સરખી ભૂલે દિવ્યાની જીંદગીમાં કલંક લગાડી દીધું હતું.
આપણે જ્યારે નવો મોબાઇલ લેવા જઇએ છીએ ત્યારે વધુમાં વધુ સગવડ આપતા ફીચર્સ હોય તે જોઇને લઇએ છીએ. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ સગવડદાયક બની રહે છે પરંતુ તેના જેટલા સારા પરિણામ છે એટલા જ માઠા પરિણામ પણ ભોગવવા પડે છે. જેમ મોબાઇલમાં વિવિધ સગવડતા આપતા ફીચર્સ છે તે જ રીતે સામે પક્ષે સોશિયલ મીડિયાના પણ અનેક સોર્સ છે. જેનો ઉપયોગ કરીને કોઈ પણ માણસની પોતીકી દુનિયામાં ડોકિયું કરી શકાય છે. દીપ અને દિવ્યા જેવા તો અનેક ઉદાહરણો સમાજમાં ઠેર-ઠેર જોવા મળે છે. આ બધાના કારણે માણસ માણસ પરનો વિશ્ર્વાસ ગુમાવી રહ્યો છે. ફોનમાં વાત કરતી વખતે, મેસેજ કરતી વખતે કે પછી ફોટોગ્રાફ્સ શેર કરતી વખતે એક ડર માણસના મનને ઘેરી વળે છે. ફક્ત સામેની વ્યક્તિને જ કહેવાની વાત કોલ રેકોર્ડિંગ દ્વારા અનેક સુધી પહોંચી જાય છે તમે વિશ્ર્વાસથી કોઈ વ્યક્તિને મોકલેલ મેસેજ અજાણ્યા લોકો સુધી પહોંચી શકે છે એટલું જ નહીં પોતાની યાદગીરી માટે બનાવેલ વિડીયો કે ફોટોગ્રાફ્સ દ્વારા બ્લેકમેઇલીંગ હવે સાવ સામાન્ય બાબત બની ગઇ છે. ફેક આઇ.ડી. બનાવીને ફેસબુક પર લોકો સામે વાળી વ્યક્તિને સિફતથી ચીટ કરે છે. એટલુંજ નહીં પરંતુ અનેક લોકો આ રીતે પોતાના એક થી વધુ આઇડી બનાવીને યુવતીઓને પોતાની જાળમાં ફસાવે છે.
ટીન એજમાં વિજાતીય પાત્ર સાથે દોસ્તીમાં વિશ્ર્વાસ મૂકીને પાડેલા ફોટોઝ કે વિડિયોઝ વાઇરલ કરીને ઘણી વાર વાત બ્લેકમેઇલ સુધી પહોંચી જાય ત્યારે જીવન ધૂળધાણી થઈ જાય છે.
સોશિયલ મીડિયામાં ઓનલાઇન શોપિંગમાં પણ ગ્રાહકનો વિશ્ર્વાસ અનેક વાર કચ્ચરઘાણ બોલી જાય છે. વસ્તુ કંઇક અલગ હોય છે અને બતાવવામાં અલગ આવે છે અને જ્યારે ડિલીવરીમાં ઘરે વસ્તુ આવે છે ત્યારે કંઇક અલગ હોય છે આમાં કયાંય વિશ્ર્વાસનું વાતાવરણ નથી.
આજની યુવા પેઢી જે સતત સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે તેને જીવનના અમૂલ્ય સમય ગાળામાં જ વિશ્ર્વાસઘાતનો અનુભવ થતા તે જીવનમાં ક્યારેય પણ કોઇનો વિશ્ર્વાસ કરશે નહીં બીજુ જેને વિશ્ર્વાસઘાતનો કારમો અનુભવ થયો છે તે છાશ પણ ફૂંકીને પીશે ઉપરાંત પોતાને જે છેતરાયાનો અનુભવ થયો છે એ જ રીતે તે બીજા સાથે પણ વર્તન કરશે.   જે વાત આપણે વિશ્ર્વાસુ વ્યક્તિને ખૂબ જ
વિશ્ર્વાસ મૂકીને કીધી હોય તે વાતની ચોરે ને ચૌટે ચર્ચા થાય ત્યારે વિશ્ર્વાસનો વિનાશ થાય છે
કોલ રેકોર્ડિંગ, સ્ક્રીન શોટ શેરિંગ, અંગત વિડીયો વાઇરલ થાય છે ત્યારે માણસ-માણસ વચ્ચેનો વિશ્ર્વાસ તૂટી જાય છે

આટલું ધ્યાન રાખો...
* આજે જુદા-જુદા ફોનમાં જુદી-જુદી ફેસેલીટી હોય છે તેથી વાત કરતી વખતે ધ્યાન રાખો.
* બહુ નજીકની વ્યક્તિ ન હોય તો તમારી અંગત વાતો ફોન પર શેર ન કરો.
* અમુક વખતે કોઇ વ્યક્તિનું નામ લઇને વાત ન કરો.
* ઘણી વાર સગા સંબંધી, મિત્રો કે પછી ઓફિસના કર્મચારીઓ સાથેની વાત ચીત એકબીજાને સંભળાવી દેવામાં આવે છે ત્યારે કેટલાય પ્રસંગોમાં શર્મિંદગી મહેસૂસ થાય છે.
* કોઇને મળતી વખતે પણ એવું લાગે કે તમારી વાતનું રેકોર્ડિંગ થઇ રહ્યું છે તો સાવચેત થઇ જાવ.
* મિત્રો બનાવતી વખતે પણ ખાસ કાળજી રાખો ઉપરાંત નવા નવા મિત્રો હોય ત્યારે કાળજી રાખો.
* વિજાતીય મિત્રો સાથે એકાંતની પળોના વિડીયો ફોટોગ્રાફ્સ લેવાનું ટાળો.