મેકરૂન (મેક્રોન્સ) । ફૂડ ટોકMarch 12, 2019

મેકરૂન (મેક્રોન્સ)
: સામગ્રી :
મેકરૂન રોલ બનાવવા માટે
62 ગ્રામ એકવાફાબા, 55 ગ્રામ કેસ્ટર સુગર, 80 ગ્રામ આઈસીંગ સુગર, 1/8 ટી સ્પૂન ક્રિમ ઓફટાર્ટર, જેલ કલર જરૂર મુજબ, આલ્મંડ ફલોર (બદામનો ભૂકો)
: અન્ય સામગ્રી :
બટરક્રિમ આઈસીંગ
: રીત :
સૌ પ્રથમ એક બાઉલમાં આલ્મંડ ફલોર અને આઈસીંગ સુગર મિકસ કરી બે વાર ચાળવી
ત્યારબાદ બીજા બાઉલમાં એકવાફાબા લઇ ઇલેકટ્રીક બીટરથી ફલફી વ્હાઇટ ક્રિમ તૈયાર થાય ત્યાં સુધી બીટ કરવું.
ત્યારબાદ તેમાં ક્રિમ ઓફ ટાર્ટર અને કસટમ સુગર એડ કરી બીટ કરવું
ત્યાર બાદ કલર એડ કરી મિકસ કરવું.
બેકિંગ ટ્રે પર મેકરૂન્સ શીટ રાખવી.
મેકરૂન્સનું મિશ્રણ આઈસીંગ બેગમાં ભરી મેકરૂન્સ શીટમાં મુકવું.
ત્યારબાદ મેકરૂન્સને 1 કલાક માટે સુકાવા દો.
ત્યારબાદ 120ં પર 45 મિનિટ બેક કરવા.
ઠંડા થાય એટલે બે મેકરૂન વચ્ચે બટરક્રિમ
ભરી સેન્ડવીચ બનાવવી.
સર્વ કરવા (આઈસીંગ કર્યા બાદ મેકરુન્સ સ્ટોર કરવા હોય તો ફ્રિઝમાં 15 દિવસ સુધી કરી શકાય છે.)
ચોકલેટ મુઝ
: સામગ્રી :
1/2 કપ એકવાફાબા
100 ગ્રામ ડાર્ક ચોકલેટ
2 ટેબલસ્પૂન કોકો પાવડર
: પધ્ધતિ :
સૌ પ્રથમ ચોકલેટ મેલ્ટ કરી લેવી
એકવાફાબાને એક વાસણમાં લઇ બીટર વડે બીટ કરવું
સોફટ ફલફી થાય ત્યાં સુધી હલાવવું
તેમાં મેલ્ટેડ ચોકલેટ એડ કરી મિકસ કરવું
તેમાં કોકોપાવડર ઉમેરી ઠંડુ સર્વ કરો.