કેશોદના ધારાસભ્ય મઘરવાડા ગામ માટે લાપતાના પોસ્ટ થઈ સોશ્યલ મીડીયામાં વાયરલ..March 09, 2019

કેશોદ તાલુકાના મઘરવાડા ગામના ભાજપના સક્રિય કાર્યકર જગદિશભાઈ દ્વારા ફેસબુક પર લખાણ કરેલ પોસ્ટ સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહીછે જેમાં જણાવેલ છે કે કેશોદના ધારાસભ્ય અમારા મઘરવાડા ગામ માટે લાપતા થયાછે મારા ગામમાં છ દિવસે પાણી આવેછે એટલે  દેવાભાઈની ખાસ જરૂરછે તો જે કોયને ધારાસભ્યનો પતો મળે તો મઘરવાડા મોકલે એટલે પાણીની તરસ છીપાય આવા લખાણ વાળી પોસ્ટ હાલ કેશોદ તાલુકાભરમાં સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહી છે 


આ બાબત મીડીયાના દયાને આવતા ખરાઈ કરવા પોસ્ટ કરનારને પુછવામાં આવતા મીડીયા સમક્ષ રજૂઆત કરતા જગદીશભાઈએ જણાવ્યું હતું કે હા વાયરલ થઈ રહેલ પોસ્ટ સાચી છે મે જ વાયરલ કરેલછે અને વેદના સાથે જણાવ્યું હતું કે હું પણ ભાજપનો સક્રીય કાર્યકર છું પણ અમારા ગામમાં પાણીની એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે છ - છ દિવસે પાણી આવેછે ગાયો પાણી વગર તરસેછે અવેડાઓ ખાલી રહેછે અનેક વખત ધારાસભ્યની કાર્યાલયે રજુઆત કરલા ગયેલ પણ ક્યારેય ધારાસભ્ય ભેગા થતા નથી તેથી ગાયોને પાણી વગર તરસતી જોઈને મારાથી સહન થતુ ન હોય અને ધારાસભ્ય ભેગા થતા ન હોવાથી સોશ્યલ મીડીયાનો સહારો લેવો પડયોછે વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય દેવાભાઈ માલમ ચુંટણી પ્રચારમાં મઘરવાડા ગામે આવેલ હતા ત્યાર બાદ આજ દિન સુધી મઘરવાડા ગામની મુલાકાત લીધેલ નથી  


અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળાની શરૂઆત થઈ રહીછે ત્યારે જો છ-છ દિવસે પાણીનું વિતરણ થતું હોય તો અત્યારે પાણીનો પ્રશ્ન સામે આવીને ઉભોછે તો ભર ઉનાળે શું પરિસ્થિતિ ઉભી થશે તેની કલ્પના જ શું કરવી 

હાલ સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહેલ પોસ્ટ સમગ્ર કેશોદ તાલુકામાં તથા રાજકીય પક્ષોમાં ચર્ચાનો મુદો બની ગયોછે ત્યારે મઘરવાડા ગામનો પાણીનો પ્રશ્ન હલ થશે કે કેમ તે જોવાનુ રહ્યું