ભાજપ કોંગ્રેસના ઘૂંટણિયે પડ્યું છે: રેશ્મા પટેલMarch 09, 2019

જૂનાગઢ તા.9
ભાજપ કોંગ્રેસના ઘુટણિયે પડ્યુ છે અને કોંગ્રેસમય બની રહ્યુ છે પરંતુ ભાજપનુ આવુ નહિ ચાલે પ્રજા ભાજપને ઓળખી ગઈ છે અને આ વખતે ભાજપ ભુંડી રીતે હારશે તેમ ખુદ ભાજપના મહિલા અગ્રણી રેશમા પટેલે જુનાગઢમા પત્રકારોને જણાવાતા ભાજપમા અંદરોઅંદરની નારાજગી બહાર આવવા પામી છે . ગઈકાલે જુનાગઢ ખાતે આવેલ ભાજપના મહિલા અગ્રણી રેશમા પટેલે જણાવ્યુ હતુ કે ભાજપનુ કોંગ્રેસીકરણ હવે લાંબુ નહી ચાલે અને અમિત શાહની તાનાશાહીના કારણે ભાજપમા આંતરિક જ્વાળામુખી છે તે ગમે ત્યારે બહાર આવશે. ભાજપ ચુંટણી જીતવા કોંગ્રેસને ઘુટણિયે પડ્યુ છે પરંતુ પ્રજા ભાજપને ઓળખી ગઈ છે ત્યારે આગામી લોકસભાની ચુંટણી ભાજપ હારશે તેમ ખુદ ભાજપની જ મહિલા અગ્રણી રેશમા પટેલે જુનાગઢમા ઝાંસીની રાણીની પ્રતિમા પાસે યુવા કિસાન લડત સમિતિ દ્વારા ચાલતા આંદોલનના કાર્યક્રમમા ઉપસ્થિત રહી પત્રકારોને જણાવતા ભાજપની આંતરિક નારાજગી સામે આવી છે અને આ નિવેદન થી ભાજપમા હલચલ મચી જવા પામી છે.