સ્મોકિંગ: આરંભના કારણો અનેક પણ અંત સહુનો એકMarch 09, 2019

કોઇ પણ વ્યસન રોગને નોતરે છે જ્યારે વ્યસનના કારણે રોગ થાય ત્યારે વ્યક્તિની આંખ ખુલે છે પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે ધુમ્રપાન પણ એવું વ્યસન છે કે જેના કારણે અનેક રોગો થાય છે અને કેન્સર જેવા રોગો તો માણસને મૃત્યુ તરફ લઈ જાય છે કોઈપણ વસ્તુનું વ્યસન થાય ત્યારે તેની શરૂઆત ક્યારથી થઈ એ પણ જોવું જરૂરી છે. તો સામાન્ય રીતે સંતાન પોતાના આ માતા-પિતાની કોપી કરે છે સિગારેટ પીતા પોતાના પિતાને જોઈને સિગારેટ પીવાનું શીખે છે. મિત્રોની સંગતમાં પણ સિગારેટનું વ્યસન થઈ જાય છે તો કોલેજમાં ફેશન માટે કે પછી અઘરા અભ્યાસનું ટેન્શન દૂર કરવા માટે પણ આ વ્યસનનો આરંભ થઈ જાય છે, ત્યાર બાદ અમુક ઉંમરે પૈસો, આબરૂ કમાયા બાદ સ્ટેટસ માટે પણ વ્યક્તિ સ્મોકિંગ શરૂ કરે છે.
ધુમ્રપાન નુકસાન કરે છે એ વાત ચોક્કસ છે પરંતુ દિવસની ચારથી વધુ સિગારેટ જો પીવામાં આવે અને લાંબા સમય સુધી આ સિલસિલો ચાલુ રહે તો બ્રોનકાઈટીઝ, ન્યુમોનિયા,હાર્ટડીસીઝ, તથા કેન્સર થવાની શક્યતા રહે છે એકવાર સિગારેટની લત લાગ્યા પછી છોડવી મુશ્કેલ છે આમ છતાં છોડવા માટે આ ઉપાયો અજમાવી શકાય
સિગારેટ આ રીતે છોડી શકાય
* પરિવારની કોઈ વ્યક્તિ પ્રેમપૂર્વક સમજાવી શકે છે.એમાં બાળકો વધારે પ્રેમ અને બળજબરી પૂર્વક સમજાવી શકે કે જો સિગારેટ નહિ છોડો તો આ કરીશ કે હા નહિ કરું એવી પ્રેમપૂર્વકની બળ જબરી ક્યારેક કામ આવી જાય છે
* કોઈ ધાર્મિક ગુરુના કહેવાથી પણ ક્યારેક લોકો વ્યસન છોડી દે છે
* ડોક્ટર પાસે જાય ત્યારે ડોક્ટર ડર બતાવે કે જો હવે સિગારેટની નહીં છોડો તો કોઈ બચાવી નહીં શકે આવો ડર પણ સિગારેટ છોડાવી શકે છે.
* રીહેબિલીટેશન સેન્ટર માં પણ સિગારેટ છોડવાના અનેક ઉપાયો આપવામાં આવે છે.
* આ ઉપરાંત ધીમે ધીમે સિગારેટની સંખ્યા ઓછી કરતા કરતા પણ સિગારેટ છૂટી જાય એવું બને
* ક્યારેક કોઈ એક દિવસને નો સ્મોકિંગ બનાવી ધીમે ધીમે દિવસો વધારતા જવાય.
* ઘણા સ્ટેટસ સિમ્બોલ માટે પીતા હોય તો અડધી પી ને ફેંકી દઈ શકાય.
આ બધા ઉપાયો ઉપરાંત મજબૂત મનોબળ પણ હોવું જરૂરી છે.સરકારે પણ આ માટે કાયદા કડક બનાવવાની જરૂર છે.સિગારેટના પેકેટ પર ઝીણા અક્ષરથી લખેલ ચેતવણીનો કોઈ અર્થ નથી જેમ ટ્રાફિક માટેના કડક કાયદા છે,દારૂ માટે છે એ જ રીતે સ્મોકિંગ માટે પણ કરવા જરૂરી છે.
વિદેશોમાં સિગારેટના મેન્યુફેક્ચરિંગ માટે કાયદા છે કે આનાથી વધુ ઉત્પાદન તમે ન કરી શકો. સરકારે પણ નક્કર પગલાં લેવા જરૂરી છે.
- ઉિ.ઊંફળફહ ઙફશિસવ
જયિંહિશક્ષલ વજ્ઞતાશફિંહ, છફષસજ્ઞિં