શોખથી પીધેલી પ્રથમ સિગારેટ પાયમાલી સુધી પહોંચાડે છેMarch 09, 2019

સિગારેટ પીવાના ગેરફાયદા જાણવા છતાં લોકો શોખથી અથવા તો આદતથી સિગારેટ પીતા હોય છે.
સવાલ: સિગારેટ પીવાથી ક્યા પ્રકારના રોગો થાય છે?
જવાબ: સિગારેટ પીવાથી જુદા જુદા રોગો થાય છે જેમાં લંગ્સના ક્રોનિક ડિસિઝથી લઇને કેન્સરની શક્યતા વધુ છે. સિગારેટ થી હોઠ,મોઢાનું કેન્સર, સ્વરપેટીનું કેન્સર, ગળાનું કેન્સર, ફેફસાનું કેન્સર અને બ્લેડરનું કેન્સર પણ થાય છે પરંતુ ફેફસાના કેન્સરમાં સ્મોકિંગ ઉપરાંત બીજા કારણો પણ અસર કરે છે.
સવાલ: સિગારેટ પીવાથી કેન્સર થવાની શકયતા કેટલી?
જવાબ: સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ એક પેકેટ એક દિવસ એ રીતે 20 વર્ષ સુધી પીવે અથવા તો બે પેકેટ એક દિવસ 15 વર્ષ સુધી પીવે તો કેન્સર થવાની શક્યતા છે અને આવી વ્યક્તિએ જરૂરી ટેસ્ટ કરાવવા આવશ્યક છે. વ્યક્તિએ શોખથી એક સિગારેટ પીવાનું શરૂ કર્યું હોય તે ઘણીવાર ચેઇન સ્મોકિંગ સુધી પહોંચી જાય છે.અમુક દેશોમાં અને અમુક અમુક સંપ્રદાયમાં સિગારેટ કે બીડી પીવાની મનાઈ છે તો લોકો હુક્કા પર હાથ અજમાવે છે, જે સ્મોકિંગ કરતાં પણ વધુ નુકસાનકારક છે.
સવાલ: હુક્કો પીવાનું હાનિકારક નથી એ માન્યતા ક્રેટલી સાચી છે?
જવાબ: સિગારેટ કોઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિ પીવે છે પરંતુ હુક્કો પીવામાં એકસાથે વધુ વ્યક્તિઓ હોય છે તેથી એ બધી જ વ્યક્તિ પર એ ધુમાડાની અસર થાય છે. હુક્કાનું એક સેશન 200 સિગારેટ જેટલું નુકસાન કરે છે.
સવાલ: સિગારેટ પીવાથી શુ નુકસાન થાય છે?
* સિગારેટ પીવાના ગેરફાયદા કે નુકસાન જોઈએ તો તે માણસના સમગ્ર શરીરને અસર કરે છે અને કાર્યક્ષમતામાં ઘટાડો
કરે છે
* દરેક વ્યક્તિ જુદા જુદા પ્રકારની સિગારેટ કે બીડી પીવે તો પણ તેમાં પૈસાનો વ્યય થાય જ છે.
* કેન્સર જેવા રોગોને તે સામેથી આમંત્રણ આપે છે.
ફેફસાના રોગો થવાની પણ શક્યતા
વધુ છે.
* ધુમ્રપાન કરનારની આસપાસ રહેતા લોકો તેનો ધુમાડો લે તો તેને પણ ફેફસાના કેન્સરની શકયતા 20 થી 30 ટકા જેટલી વધી જાય છે.
સવાલ: સ્મોકિંગ અટકાવવા શું પગલાં લેવા જોઈએ?
જો સ્મોકિંગને અટકાવવાના ઉપાયો જોઈએ તો સૌપ્રથમ સરકારે સ્ટ્રીક કડક પગલા લેવા જરૂરી છે. ગવર્મેન્ટ સિગારેટ મોંઘી કરે છે, છતાં બીડી-તમાકુના ભાવ ઘટતા નથી જેથી લોકો એ તરફ વળે છે બીજું વિદેશની સરખામણીએ ભારતમાં રીહેબિલિટેશન સેન્ટર ઓછા છે જે વધારવા જોઈએ.
સિગારેટ ના વ્યસની નિકોટીન પેચ અથવા તો નિકોટીનની ચ્યુઈંગમ ચાવી શકે છે. સામાન્ય રીતે સિગારેટ છોડવા માગતી વ્યક્તિ છ વખત તેમાં ફેલ જતી હોય છે અને સિગારેટ વગર વ્યક્તિ આકુળ-વ્યાકુળ થઈ જાય છે. સિગારેટ છોડવી એ ખૂબ કઠિન લાગે છે તેથી સૌથી સહેલો ઉપાય એ છે કે માતા-પિતાએ સંતાન કોલેજમાં આવે ત્યારથી જ તેને આ સિગારેટથી થતા નુકસાન,ગેરફાયદા સમજાવવા જોઈએ તેમ જ સમજ આપવી જોઈએ તો શરૂઆતથી જ યોગ્ય નોલેજ આપવામાં આવે તો સંતાન વ્યસનથી બચી શકે છે. વિદેશમાં થયેલા એક તારણ મુજબ જે કોઈ વ્યસન હોય તેના લીધે તમારું 84% જીવન બરબાદ થાય છે ભારતમાં કદાચ આ પ્રમાણ 40 ટકાનું હોઈ શકે.
- ઉિ.ખફવયતવ ઉ. ઙફયિંહ
ખભવ જ્ઞક્ષભજ્ઞ જીલિયજ્ઞક્ષ, ણુમીત વજ્ઞતાશફિંહ, અવળયમફબફમ