એ યુવાનને જોઈને દરેકે સિગારેટ ન પીવાની પ્રતિજ્ઞા લીધીMarch 09, 2019

મારા વચન પર તમારી શ્રદ્ધા છે કે નહીં એ ખબર નથી પરંતુ વિજ્ઞાનમાં તો શ્રદ્ધા રાખો છો ને એટલે જ માની લઉં છું કે આપ સહુએ ક્યારેય સિગારેટનું વ્યસન કર્યું નહીં હોય. એક વખત 3,000 યુવાનોની શિબિરમાં એક દિવસ ગુટકા વિશે બોલવાનો હતો. એક જુવાન ને જડબાનું કેન્સર હતું અડધો ભાગ નીકળી ગયો હતો અને ગાંઠ દેખાતી હતી એ યુવાન મારી પાસે આવ્યો અને કહ્યું કે આજે તમે ગુટકા વિશે બોલવાના છો પરંતુ તમારે બોલવાની જરૂર નથી મને દેખાડી દેજો. મહારાજ સાહેબ મારી પત્ની રડી રહી છે અને પુત્ર ગુસ્સામાં છે કે તમે મને અનાથ બનાવીને કઈ રીતે જઇ શકો.
સભામાં એ યુવાન ઉભો થયો અને જેવું કપડું હટાવ્યું કે કોઈ જોઈ ન શકે એવી ગાંઠ જોવા મળી મેં કહ્યું તેમ ગુરુદેવને કાંઇ બોલવાની જરૂર નથી મને જોયો એટલે તમે ક્યારેય પણ સ્મોકિંગ કરશો નહીં અને તમે નહીં માનો એ દિવસે ત્રણ હજાર યુવાનો ઊભા થયા અને ક્યારેય પણ સિગારેટનું વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી.
-પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજયરત્નસુંદરસૂરીશ્ર્વરજી મ.સા.