ધુમ્રપાન રૂપી નનામી દરરોજ બે હજાર લોકોનું વાહન બને છેMarch 09, 2019

જીવન છીનવાય છે... સાવધાન!
આપના પરિવારને ખાતર, આપના બાળકોને ખાતર, આપ ધુમ્રપાન અને તમાકુને છોડી ન શકો? આવા વ્યસનમુક્તિના વાક્યો આપણે ઘણી જગ્યાએ વાંચ્યા કે સાંભળ્યા જ હશે... પરંતુ ખરેખર વિચારીએ તો, વ્યસન મજા છે કે સજા?.. લિજ્જત છે કે લાંછન?.. આનંદ છે કે આપઘાત?.. દોસ્તી છે કે દુશ્મની?..
ધુમ્રપાનથી થતા મૃત્યુની સંખ્યા દુનિયામાં થતા ખૂન કરતા 54 ગણી વધુ છે, આપઘાત કરતા 30 ગણી વધુ છે, ડાયાબિટીસથી થતા મૃત્યુ કરતા 18 ગણી વધારે છે અને અકસ્માતથી થતાં મૃત્યુ કરતાં 12 ગણી વધારે છે. ધુમ્રપાન રૂપી નનામી દરરોજ બે હજાર લોકોનું વાહન બને છે. આજના વિશ્ર્વની સૌથી મોટી સમસ્યા છે - નૈતિક અધ:પતન. જ્યારે મનને આધ્યાત્મિક પોષણ મળતુ નથી ત્યારે માણસ નૈતિકતા અને ચારિત્ર્યમાં હીન બનતો જાય છે. હિંસા, ચોરી, આપઘાત, નશાખોરી, જુગાર અને બીજા સામાજિક અપરાધો વિકસિત અને વિકાસશીલ દેશમાં સામાન્ય બની જાય છે. વિશ્ર્વમાં દર વર્ષે 10 લાખ લોકો તમાકુના વ્યસનથી મૃત્યુ પામે છે.
જ્યારે આધુનિક પેઢી સંસ્કૃતિના સનાતન મુલ્યોથી ઉન્મુખ બની છે, ત્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આ નવી પેઢીમાં સનાતન સંસ્કારનું સિંચન કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે લાખો બાળકો-યુવાનોને નિર્વ્યસની અને ચારિત્ર્યશીલ બનાવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે 40 લાખ લોકોને વ્યસનમુક્તિની પ્રેરણા આપતું વ્યસનમુક્તિ આંદોલન કરી સમાજમાં હિતનું જતન કર્યું હતું જેને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ પોષી રહ્યા છે.
પ્રસિદ્ધ તત્વચિંતક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન લખે છે: ’ઝજ્ઞમફુ ૂય હશદય શક્ષ વિંય તજ્ઞભશયિું ક્ષજ્ઞિં બયભફીતય જ્ઞર તભશયક્ષશિંરશભ શક્ષદયક્ષશિંજ્ઞક્ષત બીિં જ્ઞર વિંય તફશક્ષતિં ૂવજ્ઞ હશદય શક્ષ વિંય તજ્ઞભશયિું.’
પ્રમુખસ્વામી મહારાજ વ્યસન વિશે કહેતા, ‘વ્યસન એટલે વિનાશ જ. વ્યસન છોડવાથી કોઈ દુ:ખી થયું નથી. વ્યસન કરવાથી કોઈ સુખી થયું નથી. વ્યસન આપણને વળગ્યા નથી, આપણે વ્યસનોને વળગ્યા છીએ. વ્યસન છોડવા માટે દ્રઢ મનોબળ જોઈએ.’
પ્રમુખસ્વામી મહારાજે ધીરજ, પ્રેમ અને ઉત્સાહથી લાખો સંસ્કારી અને વ્યસનમુક્ત મનુષ્યો તૈયાર કર્યા છે. આમ સમૃદ્ધિ, સંસ્કાર અને પવિત્રતાનો સંગમ એટલે વ્યસનમુક્ત જીવન.
- પૂ.અપૂર્વમુની (બીએપીએસ)