ભાવનગર આરટીઓને ભ્રષ્ટાચારનું લાઇસન્સMarch 09, 2019

  • ભાવનગર આરટીઓને ભ્રષ્ટાચારનું લાઇસન્સ

 પૈસા આપો તો વગર ટેસ્ટ આપ્યે નીકળે છે લાઇસન્સ: કોર્ટમાં 100ના સ્ટેમ્પ પર સોગંદનામુ થતા ખળભળાટ
ભાવનગર તા,9
ભાવનગર આર.ટી.ઓ. કચેરીમાં બેફામ ગેરરિતી આચરાઈ રહી છે, કોઈ પણ જાતના આધાર પુરાવા વગર વાહનનું લાઈસન્સ કાઢી અપાતું હોવાનું તેમજ અરજદારોની ટેસ્ટ વગર લાયસન્સ ઈશ્યુ કરવામાં આવતા હોવાના મામલે અરજદાર દ્વારા સોગંદનામા સાથે કરેલી રજુઆતના પગલે ભારે ખળભળાટ વ્યાપી ગયો છે.
ભાવનગર શહેરના ફુલસર કર્મચારી નગરમા રહેતા અરજદાર ભરતસિંહ ભીખુભા ઝાલાએ જિલ્લા કલેકટરને કરેલી રજુઆતમાં એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, ભાવનગર આર.ટી.ઓ. કચેરીમાં બેફામ ગેરરિતી આચરાઈ રહી છે, આ મામલે અરજદારના પુત્ર રવિરાજસીંહ ભરતસિંહ ઝાલાએ રૃપિયા 100ના સ્ટેમ્પ પેપર ઉપર ચોંકાવનારી વિગતો રજુ કરી છે કે, હું પ્રથમ વખત નાપાસ થયો હતો ત્યાર બાદ મેં આર.ટી.ઓ. ઈન્સ્પેકટરને પુછતા તેણે સિધો રસ્તો બતાવવા કહ્યુ હતો તેણે મને એજન્ટનું નામ અને સરનામુ આપ્યુ હતું.
ત્યાર બાદ મેં તેઓ સંપર્ક સાધતા મને જણાવેલ કરે ઈન્સ્પેકટરને પૈસા આપો તો બધા જ લાઈસન્સ વગર ટ્રાઈ આપ્યે પાસ કરાવી આપીશ. જેથી મે ર્લિંનગ લાઈસન્સ અને પાકા લાઈસન્સ કાઢી આપવા માટે પૈસા આપ્યા ત્યાર બાદ મને એલએલઆર ટેસ્ટ માટે કમ્પ્યૂરટ રૃમમાં બેસાડયા વગર જ મને પાસ કરી દિધો હતો. અને ર્લિંનગ લાઈસન્સ મને બે ચાર દિવસમાં લઈ જવા જણાવ્યુ હતું.
આ મામલે તેમણે એમ પણ કહ્યુ અમે કમ્પ્યૂટર આવતું ન હોવા છતા ઈન્સ્પેકટર ભદ્રેશ પટેલ દ્વારા મને પાસ કરીને ભ્રષ્ટ્રાચાર આચરેલ છે. ફોર વ્હીલની ટ્રાઈ વગર ઈન્સ્પેકટર નિમેશ કાપડિયાએ મને પાસ કરીને ભ્રષ્ટ્રાચાર કરેલ છે. મને ટૂ વ્હીલરમાં કલ્પેશ ચૌહાણે પાસ કરી આપી ભષ્ટ્રાચાર આચરેલ છે. આમ ઉપરોકત ઈન્સ્પેકટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેથી જાહેર જનતા સાથે થતી ઉઘાડી લૂંટ બંધ થાય, તેઓએ એમ પણ જણાવ્યુ છે કે, ઈન્સ્પેકટરો દ્વારા શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને અરજદારોને દબાવી દીધા છે. આથી ગાંધીનગર સુધી હપ્તારાજ ચાલતું હોય સત્વરે કાર્યવાહી કરવા અને મને અથવા તો મારા પરિવારને કંઈ પણ થશે તો ત્રણેય ઈન્સ્પેકટરની જવાબદારી રહેશે, તેવી રજુઆત કરતા ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૃ થયો છે.