મારા પુરોગામીઓએ આતંકવાદને પ્રોત્સાહન આપ્યું’તું: ઇમરાન ખાનMarch 09, 2019

 વૈશ્ર્વિક દબાણના માર્યા પાક. વડાપ્રધાને આપેલી બાંયધરી: હવે પાકિસ્તાનની ધરતી પર નહીં ચાલવા દેવાય કોઇ આતંકી સંગઠન
નવી દિલ્હી તા.9
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરમાંથી દબાણ અનુભવી રહેલા પાકિસ્તાન હવે એકશન લેતું દેખાઈ રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાલે કહ્યું કે તેમની સરકાર દેશમાં કોઇપણ આતંકી સંગઠનને ચાલવા દેશે નહીં. જે દેશથી બહાર હુમલાઓમાં સંડોવાયેલા છે. ગત વર્ષે ઓગસ્ટમાં પીએમપદ પર આવેલા ઈમરાન ખાને પૂર્વ સરકારો પર આતંકવાદ અને આતકવાદી સંગઠનોને પ્રોત્સાહન આપવાનો આરપો લગાવ્યો હતો.
તેમણે કહ્યું કે આ પહેલાની કોઇપણ સરકારે આવા સંગઠનો અને લોકો પર કોઇ એકશન લીધા નથી. ઈમરાન ખાનના નિવેદન પરથી સ્વીકારવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રીય રહે છે.
તેમણે કહ્યું કે તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની સરકાર બન્યા બાદ અમે નેશનલ એકશન પ્લાન પર ગંભીરતાથી કામ કરી રહ્યા છીએ. જે અંતર્ગત આતંકવાદ અને અતિવાદ સામે લડવાનું કામ કરી રહ્યા છીએ.
સિંઘના થારપારકર જિલ્લામાં એક સભાને સંબોધિત કરતા ઈમરાન ખાને આ વાત કહી હતી.
----