માત્ર રાજકોટ જ નહીં, અનેક શહેરો ‘રંગીલા’ છે...March 08, 2019

દેશના દરેક શહેર પાસે પોતાની એક આગવી ઓળખ છે. કોઇ તેના લેન્ડમાર્કથી જાણીતા છે, તો કોઇ તેની કલાકારીને કારણે, તો કોઇ શહેર તેના કલરના કારણે દેશભરમાં ઓળખાય છે. આ સિવાય તેના મૂળ નામ કરતા તે બીજા નામથી આ શહેરો ઓળખાય છે. જેમ કે જયપુર પિંક સિટી કહેવામાં છે. આ ઉપરાંત પણ દેશના કેટલાક શહેરો એવા છે જેના બીજા નામ ભાગ્યે જ કોઇને ખ્યાલ હોય છે. રાજકોટ રંગીલું શહેર ગણાય છે પણ તેનો સંદર્ભ ‘કલર’ સાથે નથી સ્વભાવ સાથે છે પરંતુ દેશનાં અનેક શહેરો એવા છે જે તેના ખાસ કલરના લગાવને કારણે ‘રંગીલા’ ગણાય છે. જયપુર રાજસ્થાનનું પાટનગર છે. આ સિવાય આ શહેરને વાઇબ્રન્ટ સિટી ઓફ રાજસ્થાન કહેવામાં આવે છે. ઉપરાંત તેનું નામ પિંક સિટી તો છે જ. મહેરાનગઢ ફોર્ટ જે શહેરની ઓળખ છે એવું જોધપુર સિટીનું નામ બ્લુસિટી પણ છે સૌથી ખાસ વાત એ છે કે આ મહેલ શહેરમાં સૌથી ઉંચાઇ એ આવેલો છે. જ્યારે આ શહેરમાં પ્રવેશ કરતો ત્યારે સર્વત્ર સી બ્લુ કરલ જોવા મળશે. આ કલર શહેરની ઓળખ બની ગયો છે. શહેરમાં ઇમારતો અને મકાનને બ્લુ રંગ કરવાની શરૂઆત અહીંના બ્રાહ્મણોએ કરી હતી. ઉદયપુરને સિટી ઓફ લેકથી પણ ઓળખવામાં આવે છે. આ સિવાય ઉદયપુરને વ્હાઇટ સિટી પણ કહેવામાં આવે છે. કારણ કે અહીંના રાજમહેલ અને તળમાં આરસ એટલે કે વ્હાઇટ મારબલના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે સૂર્યના વહેલી સવારના કિરણો થારના રણમાં પડતા હશે ત્યારે કેવો નજારો હશે? એવી કોઇ કલ્પના કરી છે? આ સમયે સર્વત્ર જાણે સોનું પાથર્યું હોય એવો નજારો જોવા મળે છે. હકિકતે આ રંગ ગોલ્ડન, બ્રાઉન અને યલો રંગનું કોમ્બિનેશન છે. અહીં સમગ્ર શહેરમાં બ્રાઉન અને યલો કલર વધારે જોવા મળશે. ગ્રીનસિટીનું નામ આવે એટલે કેરળ યાદ આવે. પરંતુ થિરુવંનતપુરમને ગ્રીન સિટીનું ઉપનામ મહાત્મા ગાંધીએ આપેલું છે. આસપાસ લીલાછમ જંગલો અને સર્વત્ર લીલોતરીને કારણે આ શહેર ગ્રીન સિટીથી ઓળખાય છે. અરબ સાગરના કિનારે આવેલું આ સિટી ગ્રીન કોરિડોર ધરાવે છે.