શિવરાત્રીએ સોમનાથ મંદિરને રૂપિયા 42 લાખની થઇ કમાણીMarch 08, 2019


વેરાવળ તા.8
પ્રથમ જયોતિર્લીગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્ય મહાશિવરાત્રી નિમિત્તે 42 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેલ અને આ દરમ્યાન રૂા.42 લાખની આવક થયેલ હોવાનું જાણવા મળેલ છે જેમાં સૌથી વઘુ પ્રસાદીની આવક રૂા.13.64 લાખ અને પુજાવિધિ ની રૂા.6 લાખ આવક થયેલ છે.
દેશનું પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડેલ અને શિવભક્તો માટે મહાશિવરાત્રી ખૂબ મહત્વનો દિવસ ગણાય છે.
જેમાં પણ સોમવાર એટલે શિવભક્તો માટે બમણી ખુશીનો દિવસ હોય છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ પૂજા વિધિ સહિતનું આયોજન કરવામાં આવેલ અને 4ર કલાક સોમનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રાખવામાં આવેલ અને મહાદેવની ચાર પ્રહરની આરતી ઉતારવામાં આવી હતી તેમજ વિવિધ પુજાવિધ કરવામાં આવી હતી. શિવભક્તો દ્વારા બિલ્વપુજા-36ર, ધ્વજાપુજા-ર8, ગંગાજળ અભિષેક-ર40, મહામ્રુત્યુંજય જાપ-917, રૂદ્રાભિષેક-177પ કરેલ હતા ત્યારે સોમનાથમાં ઉમટી પડેલ માનવ મહેરામણના લીધે સોમનાથ ટ્રસ્ટની આવકમાં પણ વધારો થયેલ અને 42 કલાકમાં રૂા.42 લાખ રૂપિયાની આવક થઇ હતી
જેમાં સૌથી વધુ સોમનાથ મહાદેવની પ્રસાદી ભક્તો દ્વારા ખરીદવામાં આવી હતી જે રૂા.13.64 લાખની આવક થયેલ જ્યારે ભક્તો દ્વારા ગૌલખબોક્ષમાં રૂા.10.49 લાખની આવક થયેલ હતી જ્યારે સોમનાથ મહાદેવનું વિવિધ સાહિત્યનું રૂા.12.20 લાખની આવક થઇ હતી જ્યારે ગેસ્ટહાઉસોની રૂા.7 લાખ અને પુજાવિધિની રૂા.6 લાખ જ્યારે પાર્કિંગમાંથી રૂા.54 હજારની આવક થઇ હોવાનું જાણવા મળેલ છે.