વિપત્તિઓના પહાડને તૂફાનની જેમ ટકરાઇ જેમણે સર ર્ક્યા સિદ્ધિનાં શિખરોMarch 08, 2019

રાજકોટ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ‘ગુજરાત મિરર’ દ્વારા નારી શક્તિના સન્માનના આવા સાર્થક અને નવતર કાર્યક્રમમાં ચા વેચનાર, રિક્ષા ચલાવનાર, બસ કંડક્ટરથી લઇને ડોક્ટર અને મિસિસ બ્યુટી ક્વીન બનેલી માનૂનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કંઇક અલગ અને અનેરા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોની સ્પીચના બદલે તેમની સાથે ટોક શો ગોઠવવામાં આવ્યો હતો અને સન્માનિત થયેલી બહેનોની સંઘર્ષ કથા તેમજ પ્રસંગમાં હાજર રહેલા મહિલાઓને પણ પોતાના વિચારો રજૂ કરવાનો મોકો મળ્યો હતો. દૃષ્ટિવંત એવા આ સમારોહમાં મુખ્ય મહેમાનો તરીકે રાજકોટ મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ મ્યુનિ. કમિશનરના ધર્મપત્ની શ્રીમતિ સીમા બંછાનિધી પાની, ડો. દર્શિતાબેન શાહ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા, ભાજપ મહિલા નેતા કાશ્મીરાબેન નથવાણી, શહેર ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજના ધર્મપત્ની શ્રીમતિ વંદનાબેન ભારદ્વાજ અને શિક્ષણ તેમજ કલાશ્રેષ્ઠી ડો. જ્યોતિબેન રાવલ રાજયગુરુએ ઉપસ્થિત રહી પ્રસંગને ગરિમા બક્ષી હતી. કાર્યક્રમના આરંભમાં મહેમાનોના સ્વાગત બાદ વિવિધ ક્ષેત્રમાં સફળ થયેલી નારી રત્નોનાં સન્માન કરવામાં આવ્યાં હતાં. તેઓએ પોતાની સંઘર્ષથી માંડી સફળતા સુધીની વાત કરી ત્યાર બાદ શ્રોતા સમૂહે મહેમાનો સાથે પ્રશ્ર્નોત્તરી કરી હતી જે ખૂબ જ રસપ્રદ રહી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન રેડિયો મિર્ચિના આર.જે. શીતલ અને આકાશવાણીના વાગ્ભી પાઠક દ્વારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં વેન્યુ પાર્ટનર ક્રંચી રિપબ્લિક, સોનમ ક્લોક, બાલાજી ફૂડ, લંડન આઇ તેમજ જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ) અને માનસી સોઢાનો ખાસ સહયોગ મળ્યો હતો. ઊડાન માટેની પાંખો ધરાવતી મહિલાઓને આકાશ પૂરું પાડનાર ‘ગુજરાત મિરર’ના યુવા એક્ઝિક્યુટિવ શિમોલી શાહે મહિલાઓને સાંપ્રત ઘટનાઓથી માહિતગાર રહીને સદાચારની ઊડાન ભરવા ઇજન આપ્યું હતું. તેમણે નારી ઉત્કર્ષ માટેના ફાસ્ટેસ્ટ, સિમ્લેસ્ટ અને ઇઝિએસ્ટ ‘ગુજરાત મિરર’ના સોશિયલ મીડિયાના ટચમાં રહી અને નારીશક્તિનો યોગ્ય ઉપયોગ વિશ્ર્વહિત માટે કરવા આહ્વાન કર્યું હતું. (૧)તમને ખબર છે? મેયર સાપ પકડી જાણે છે!
જે મહિલાઓનું સન્માન કર્યું તેમાં વીરમગામના સાપ પકડનાર મિ!લા અમી શ્રીમાળીની વાત નીકળતા ડો. દર્શિતાબેને મેયરની વાત કરી હતી કે તેઓ પણ સાપ પકડી જાણે છે ત્યારે મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે હું નાની હતી ત્યારથી પપ્પાએ સાપ પકડતા શીખવ્યું ઘરમાં ધોકા હતા એટલે ક્યારેક ઘાંસની ગાંસડીમાં સાપ આવી જતા તેથી સાપ પકડવુ સામાન્ય બન્યો આ વાત જણાવી ગુવરાત મિરરને આ સુંદર કાર્યક્રમ માટે અભિનંદન આપ્યા હતા. (૨)(તમે સ્વચ્છતા રાખશો તો પતિ મને સમય આપી શકશે... સીમા બંછાનિધિ પાની
‘ગુજરાત મિરર’ને કાર્યક્રમ માટે મ્યુ. કમિશનરના પત્ની સીમા બંછાનિધિ પાનીએ અભિનંદન આપ્યા હતા અને રાજકોટની સ્વચ્છતાની વાત નીકળી ત્યારે તેમણે જણાવ્યું કે જો શહેરમાં તમે લોકો સ્વચ્છતા રાખશો તો હું મારા પતિ સાથે વધુ સારો સમય પસાર કરી શકીશ આ વાત સાથે હાસ્યનું મોજુ ફરી વળ્યું હતુ અને દરેકને મહિલા દિવસની શુભકામના આપી હતી. (૩)ટેરો કાર્ડે કહ્યું... વિચારોની ગાંઠ છોડી નાખો કાર્યક્રમમાં ટેરોકાર્ડ રીડિંગના એકતા બેન ધકાણે મહિલાઓને લગતા પ્રશ્ર્નોનું ટેરોકાર્ડ રીડિંગ કર્યું હતું તેમાં જણાવ્યું હતું કે ક્યારેય વિચારોથી વિકલાંગ ન બનો સતત હસતા રહો મનમાં ખુબ વિચારોની ગાંઠો છે તે છોડી નાખો અને હંમેશા મોં પર સ્માઇલ રાખો જે તમને અને પરિવારને ખુશ રાખશે. (1) નેવર અન્ડર એસ્ટીમેટ યોર સેલ્ફ... લવ યોર સેલ્ફનો મેસેજ આપ્યો ડો. દર્શિતાબેન શાહે (2) ઇર્ષાને ઘરમાંથી વિદાય કરો અને એક મહિલાએ મહિલા માટે રસ્તો કંડારવો પડશે એવું જણાવ્યું ડો. જ્યોતિબેન રાવલ રાજયગુરુએ (3) ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ યાદ કરી પતિ સાથેની પ્રથમ મુલાકાત અને બહેનોને આપ્યો સ્વચ્છતા સંદેશ (4) સામાજિક કાર્યકર વંદનાબેન ભારદ્વાજે પોતાની પ્રવૃતિ વિશે માહિતી આપી અને બહેનોને કોઇપણ મદદ માટે તૈયારી બતાવી (5) બોલવાના સમયે બોલો અને ચુપ રહેવાના સમયે ચુપ રહો જે કંઇ કરો તે પોતાની ગરિમા જાળવીને કરો એવું જણાવ્યું કાશ્મીરાબેન નથવાણીએ *‘મીઠી ચામાં કડવો અનુભવ ક્યારેય નહીં’ રાજકોટની પ્રથમ ‘ધ ચાયવાલી’ રૂખસાનાએ પોતાની તંદુરી ચાની વાત કરી *કુદરતના શ્રાપ રૂપ શારિરીક ખામીને આશીર્વાદરૂપ બનાવી પીએચડી સુધી અભ્યાસ કરી પરિવારની જવાબદારી નિભાવે છે ચેતનાબેન ચાવડા *ક્રિકેટના ક્ષેત્રમાં પ્રથમ મહિલા સ્કોરર તરીકે પોતાનું નામ  અંકિત કર્યું છે હેમાલીબેન દેસાઇએ *સમગ્ર જીવનમાં ટ્રેજેડી હોવા છતા ‘હાસ્ય’ પર પીએચડી કર્યું ધોરાજીના સોનલ માથુકિયાએ હેન્ડીક્રાફ્ટ અને ગર્ભસંહિતાના જ્ઞાન વડે લોકોને મદદરૂપ થાય છે. *સામાન્ય ભોજનને પણ પોતાના આઇડીયાથી રસપ્રદ બનાવે છે અને આવી સ્વાદિષ્ટ વાનગી લોકોને શીખવે પણ છે હેતલ માંડવિયા *1500 મહિલાઓ જેના નેતૃત્વ હેઠળ કામ કરે છે એવા લિજ્જત પાપડના જયશ્રીબેન ભટ્ટે કોઇને પણ આ કામ શીખવુ હોય તો તૈયારી બતાવી *-કાર્યક્રમનું સુંદર સંચાલન રેડિયો મિર્ચીના આર.જે. શિતલ અને આકાશવાણી-રાજકોટના વાગ્ભી પાઠકે કર્યું હતું. *રીક્ષાચલાવવાના પુરુષપ્રધાન કાર્યમાં પોતાની પીંક રિક્ષાની અલગ ઓળખાણ બનાવી છે શારદાબેન સોલંકીએ  *સામાન્ય માણસ માહિતીના અભાવે બેંકમાં એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર જવુ પડે છે આવા લોકોને રસ્તો બતાવે છે અને માર્ગદર્શન આપે છે પ્રજ્ઞાચક્ષુ હીરલબેન માલવી *જેના નામે એવોર્ડનું લાંબુ લીસ્ટ છે રાજસ્થાનના નાના ગામડામાંથી આવીને લગ્ન બાદ અભ્યાસ અને બ્યુટીક્ષેત્રે મહેનત અને સંઘર્ષ વડે પોતાનું નામ બનાવ્યું છે મોનિકા ચૌધરીએ. *જાત મહેનતથી યોગક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું અને કાર્યક્રમમાં મહિલાઓને યોગ વિશેની ટિપ્સ પણ આપી નિલમ સૂતરિયાએ