મુંબઇમાં એક સાથે 44 મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવMarch 08, 2019

ભાવનગર તા.8
કચ્છ-વાગડ દેશોઘ્ઘાટક શ્રી જિતવિજયજી મહારાજના સમુદાયવર્તી સુરિશાન્તિના ચરમપટધર પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ વિજય જિનચંદ્ર સુરીશ્ર્વરજી મ.સા. સુરીસંયમના શિષ્યરત્ન પ.પૂ. આ.ભ. શ્રીમદ વિજય યોગતિલક સુરીશ્ર્વરજી મ.સા. આદિઠાણાની શુભ નિશ્રામાં પ્રવજ્યા પાણિગ્રહણ વાટિકા, ચીકુવાડી ગ્રાઉન્ડ બોરીવલી (વેસ્ટ મુંબઇ ખાતે સુરીશાંતિ સમુદાયમાં સૌપ્રથમવાર અધ્યાત્મસમ્રાટજીના પ્રથમ શિષ્યરત્ન જિનશાસનના યુવરાજ સમ ઉપાધ્યાય પદ પ્રદાન તથા 45-36-26 દીક્ષા બાદ ફરી એજ સુરીવરના સામ્રાજ્યમાં માયાનગરી મુંબઇમાં સૌપ્રથમ વાર સામુહિક 44-44 દીક્ષા યાનિ આધ્યાત્મિક લગ્નોત્સવનો શુભ પ્રસંગ ઉજવવામાં આવનાર છે.
પાંચ દિવસના ભવ્ય કાર્યક્રમમાં તા.9/3/19 ને શનિવારે પ્રથમ દિવસે સવારે સૂર્યોદય પૂર્વે પરમાત્માપ્રજ્યો અને મુમુક્ષુઓનો પ્રવેશ તથા માંગલિક પ્રવચન, સવારે 10.00 કલાકે સ્નાત્ર મહોત્સવ બપોરે 2.00 કલાકે વસ્ત્રરંગ વધામણા અને રત્નકુક્ષી માતા-પિતાનું બહુમાન, સાંજે 6 કલાકે સંધ્યાભક્તિ, 7 કલાકે વાંદૌલી (વરઘોડો) તા.10 ને રવિવારે 9 કલાકે પ.પૂ.જિનચંદ્રસુરીશ્ર્વરજી મ.સા.ના 53 માં દીક્ષા દિવસ નિમિતે ગુરૂગુણગાથા, બપોરે 2.00 કલાકે બાલવીર જૈનમ, સાંજે 6 કલાકે અંતરને અજવાળની અદ્દભૂત આરતી, સાંજે 7 કલાકે 83 સૃષ્ટીનું સર્વોદય સતકાર્યનું જીવંત દશ્યાવલી બતાવાશે. તા.11 ને સોમવારે સવારે 7 કલાકે છાબ ભરવાનો કાર્યક્રમ 9 કલાકે ઉપકરણોની ઉછામણી, વિદાય તિલકના ચડાવા, બપોરે 1 કલાકે ભક્તિની ચરમસીમએ લઇ જઇ અષ્ટપ્રકારી પુજા, સાંજે 6 કલાકે સુફી સંગીત સહ સંધ્યાભક્તિ સાંજે 7 થી 10 કલાકે મુમુક્ષુઓના જાજરમાન વિદાય સમારંભ 1 યોજાશે.
તા.12 ને મંગળવારે સવારે 9 કલાકે શાહી વર્ષીદાન યાત્રા 11 કલાકે સકલ સંઘના સાધર્મિક ભક્તિ બપોરે 4 કલાકે વિવિધ વાજીંત્રોના નાદે મુમુક્ષુઓના અંતિમ વાયણા, સાંજે 6 કલાકે વીતરાગના વિરાટ વૈભવી ઝાંખી કરાવતી અજોડ મહાપુજા તથા વિશિષ્ટ વાદ્યકારો દ્વારા એક અજાબીરૂપ પ્રસ્તુતિ કેરાલા બાંબુ, સાંજે 7 થી 10 કલાકે મુમુક્ષુઓનો જાજરમાન વિદાય સમારંભ સહિતના કાર્યક્રમો યોજાશે.
44 દીક્ષાર્થીઓમાં સૌથી નાના 12 વર્ષના અને મોટામાં મોટા 64 વર્ષની ઉંમરના મુમુક્ષુ છે.
તા.13/3/19 ને બુધવારે સવારે 5/22 કલાકે ગુરૂ ભગવંતો તથા મુમુક્ષુઓના મંડપ પ્રવેશ સવારે 7 કલાકે ઉપાધ્યાય પદ ક્રિયા 7/48 વાગ્યે ગુરૂ હાથે મુમુક્ષુઓના રજોહરણ આપવામાં આવશે. સવારે 8 કલાકે સકળ શ્રી મુંબઇના સંઘોની નવકાશી બપોરે સાધર્મી ભક્તિ રાખેલ છે. સમસ્ત ભારતભરના જૈનોને મુંબઇના 44-44 સામુહિક દીક્ષાના આધ્યાત્મિક લગ્નોત્સવમાં જરૂરી પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.