કચ્છનાં દરિયામાં જોવા મળતી અદ્ભુત ‘સ્ટાર ફીશ’

  • કચ્છનાં દરિયામાં જોવા  મળતી અદ્ભુત ‘સ્ટાર ફીશ’

મોઢવાનો દરિયાકિનારો માછીમારો માટે આવકનું સાધન છે. તો દરિયાઇ પક્ષીઓ તેમાંય કાછબરાંગી (ક્રેબ પ્લાવર) અને દરિયાઇ અબલખ જેવા દુર્લભ પક્ષીઓ અને તેમાંય ખાસમખાસ સુરખાબ ફલેમિંગોની જમાવટના કારણે પ્રકૃતિપ્રેમીઓને મોઢવાનો દરિયાકિનારો કદી નિરાશ કરતો નથી. આવા જ પ્રકૃતિપ્રેમીને તારા માછલીની એક અજબ જાત ફીધર સ્ટાર માછલીના દર્શન થતાં રોમાંચિત થયા હતા. સ્વ. રામસિંહજી રાઠોડના પુત્ર કર્મેશ રાઠોડે પ્રકૃતિપ્રેમી નવીનભાઇ બાપટનો સંપર્ક કરતાં તેમણે તારા માછલીની આ જાત પરવાળાના ટાપુઓમાં થતી ફેધર સ્ટાર માછલી હોવાનું જણાવ્યું હતું. અંગો પર પક્ષીના પીંછા જેવા ફૂમતાને કારણે રૂપાળા લાગે છે અને હાથ કહો કે પગ વડે હલનચલન કરી ખોરાક મેળવે છે. તારા માછલીની 6000 જેટલી જાતો પૈકી બધી જ તારા માછલી પરવાળાના ચૂનાના ટાપુના ખડકોને ખાઇને જીવન વિતાવે છે એટલે તે પરવાળાના ટાપુઓઁ નુકસાનકર્તા હોવાથી ઓસ્ટ્રેલિયામાં કોરલ રાફમાં નુકસાનકર્તા ગણવામાં આવે છે.