સ્ત્રીશક્તિને બિરદાવે છે ‘ગુજરાત મિરર’March 07, 2019

ટેરોકાર્ડ રીડિંગ, યોગ ટીપ્સ, હેલ્થ ટીપ્સ સાથે ફન ગેઇમ્સ અને હાઇટી સાથે માણવા લાયક કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 8માર્ચના રોજ વિશ્ર્વસ્તરે કરવામાં આવે છે. સફળતાની ઉડાન ભરતી નારીઓની વાત દર મંગળવારે ‘ગુજરાત મિરર’માં પ્રસ્તુત કરવામાં આવે છે. મહિલાઓની કામગીરીને બિરદાવવા આજ રોજ ગુજરાત મિરર દ્વારા અલગ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સાપ પકડનાર વીરમગામના અમી શ્રીમાળી, આયુર્વેદિક ડો. હેતલ આચાર્ય, સ્ટેટબેંકના પ્રજ્ઞાચક્ષુ કર્મચારી હીરલબેન માલવી, પિંક રીક્ષાચાલક શારદાબેન સોલંકી, નિધિ ધોળકિયા, ક્રિકેટ સ્કોરર હેમાલી દેસાઇ સહિત 15 નારીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ફક્ત મહિલા સશક્તિકરણની વાતો નહીં પણ ઉપસ્થિત મહેમાનો અને સફળ મહિલાઓ સાથે પ્રશ્ર્નોત્તરી પણ કરી શકાશે.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી બિનાબેન આચાર્ય, શ્રીમતી અનુજા રાહુલ ગુપ્તા, શ્રીમતી સીમા બંછાનિધિ પાની, પૂર્વ કુલપતિ (સૌ.યુનિ.) ડો. નીલાંબરી દવે, શ્રીમતી કાશ્મીરા નથવાણી, શ્રીમતી રીવાબા જાડેજા, ડો. જયોતિ રાવલ રાજયગુરુ, ડો. દર્શિતા શાહ, શ્રીમતી વંદના ભારદ્વાજ અને ખુશ્બુ દોશી ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં સફળતાની ઉડાન ભરતી સન્માનીત મહિલાઓ પોતાની સફળતાની યાત્રા પણ કહેશે આ સાથે એકતા ધકાણ ટેરાકાર્ડ રીડિંગ કરશે તો નીલમ સુતરિયા યોગ ટીપ્સ આપશે અને મોટીવેશનલ ટ્રેનર તન્વી ગદોયા પણ બોડી લેંગ્વેજની ટીપ્સ આપશે તેમજ ગેમ્સ અને હાઇટીનું પણ આયોજન છે.આ અનોખા અને માણવાલાયક કાર્યક્રમનું સંચાલન આકાશવાણી રાજકોટના કેઝ્યુઅલ એનાઉન્સર વાગ્ભી પાઠક અને રેડિયો મિર્ચીના આર.જે.શીતલ કરશે. આ કાર્યક્રમમાં સોનમ કલોક, બાલાજી ફૂડ, લંડન આઇ તેમજ વેન્યુ પાર્ટનર ક્રંચી રીપબ્લિક, જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ)નો ખાસ સહયોગ મળ્યો છે.
આ સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ જુઓ ‘ગુજરાત મિરર’ના ફેસબુક અને યુ-ટ્યૂબ પેજ પર.