ચિંતન

  • ચિંતન


એક ગોવાળિયાએ કહ્યું કે પાંચને પાંચ દસ થાય તો મારી આ ભેંસ ઇનામમાં આપી દઉં. લોકોએ કહ્યું કે પાંચને પાંચ દસ જ થાય પણ ગોવાળિયો કહે હું ન માનું આપણે બધા આ ગોવાળિયા જેવા છે કે પાંચને પાંચ દસ થાય જિનશાસન કહે છે પરંતુ આપણે કયાં માનવું છે. પ્રભુના રંગમંડપમાં પગ મૂકયા વિના ગર્ભગૃહમાં જઇ શકાતું નથી. શુધ્ધ નિયમનું પાલન કર્યા વગર નિશ્ર્ચય મંદિરમાં જઇ શકાતું નથી. એક માતાને તેના દીકરાએ પુછયું કે મમ્મી તારા ખભા પર મને કયાં સુધી સુવા દઇશ. મમ્મીએ કહ્યું જ્યાં સુધી બીજાના ખભે હું ન જાવ ત્યાં સુધી. અર્થ છે કે મૃત્યુ આવશે ત્યાં સુધી હું તારી સાથે છું તું મારા ખભા પર સુઇ શકીશ.
ભગવાનને જો પુછીએ ને કે કયાં સુધી તમે મને સ્વીકારશો ? ભગવાન કહેશે કે તું જ્યાં સુધી મોક્ષમાં નહીં જા ત્યાં સુધી તારા પર કરૂણા વરસાવતો રહીશ. અરીહંતની કરૂણા ને આપણી બુધ્ધિ.
કેવળજ્ઞાન પામ્યા પછી જે તીર્થંકર ભગવાનને સાધનાની જરૂર નથી એ ભગવંતે સમગ્ર જગતને સાધનાનો માર્ગ આપ્યો છે.
કોના માટે મુકયો ? આપણા માટે જ ને ! અગાસીમાં પહોંચ્યા પછી સીડીને હટાવી દેવાનું કામ નહીં કરતા નીચે ઉભેલા કેટલાયને ઉપર ચડવા માટે સીડીની જરૂર છે.
-પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજયરત્નસુંદરસૂરીશ્ર્વરજી મ.સા.