રાહુનું મિથુન રાશીમાં ભ્રમણ અને વ્યક્તિગત અસરMarch 07, 2019

ગુરૂવારે રાહુનું મિથુન રાશીમાં ભ્રમણ તા.7/2/2019ના વહેલી સવારે 5:34 કલાકે રાહુ કર્ક રાશીમાંથી મિથુન રાશીમાં પ્રવેશ કરશે સાથે કેતુ પણ ધન રાશીમાં પ્રવેશ કરશે. આમ બારેય રાશીને રાહુ કેવું ફળ આપશે.
(1) મેષ રાશી (અ.લ.ઈ.) : મેષ રાશીના લોકોને રાહુ પરાક્રમ ભુવનમાંથી પસાર થશે. આથી લાભ આપનાર બનશે. ભાઇઓ બહેનોથી સાથ સહકાર મળે. મહેનતનું પુરતું ફળ આપે. નાની મુસાફરી લાભ આપનાર બને સાહસ અને હિંમતમાં વધારો થાય.
(2) વૃષભ રાશી (બ.વ.ઉ) : વૃષભ રાશીના લોકોને રાહુ ધન સ્થાનમાંથી પસાર થશે. વાણીમાં સંયમ રાખવો. જરૂરી. બચતમાં વધારો જરૂર થાય. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીને લાભ આપે. વારસાકીય પશ્ર્નો ઉદભવે.
(3) મિથુન રાશી (ક.છ.ઘ.) : મિથુન રાશીના લોકોને રાહુ પોતાની રાશીમાં ચંદ્ર સાથે પસાર થશે. શારિરીક તથા માનસીક રીતે સ્વસ્થ રહેવું જરૂરી છે. ખોટા વિચારો કરવા નહીં. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. ભાગીદારો સાથે સુમેળ રાખવો. દાંમ્પત્ય જીવનના નિર્ણયો સમજી વિચારીને લેવા.
(4) કર્ક રાશી (ડ.હ.) : કર્ક રાશીના જાતકોને રાહુ વ્યય ભુવનમાંથી પસાર થશે. આથી દેણુ કરવું નહી. ખોટી દોડધામથી બચવું. દરેક કામમાં સાવચેતી રાખવી જરૂરી બને છે. મહાદેવજીની ઉપાસના, પૂજા, કરવી. રાહુનું દાન મંદિરે મૂકવું.
(5) સિંહ રાશી (મ.ટ.) : સિંહ રાશીના લોકોને બારમાં રાહુથી રાહત મળશે અને લાભ સ્થાનમાં રાહુ આવશે જે આવકમાં વધારો કરે. મોટાભાઇ-બહેનોથી સાથ સહકાર મળે. સાથે સંતાનો બાબતે ધ્યાન આપવું તેમના વિદ્યાભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી.
(6) ક્ધયા રાશી (પ.ઠ.ણ.) : ક્ધયા રાશીના લોકોને રાહુ કર્મ ભુવનમાંથી પસાર થશે. આથી વ્યાપાર વૃધ્ધિ થાય. કમીશનથી વ્યાપાર કરતા હોય અથવા રાજય બહાર વ્યાપાર કરતા હોય તેમને વધારે લાભ મળે. માતાના આરોગ્ય બાબતે ધ્યાન રાખવું જરૂરી.
(7) તુલા રાશી (ર.ત.) : તુલા રાશીના જાતકોનો રાહુ ભાગ્ય ભુવનમાંથી પસાર થશે. વિદેશી યાત્રાના યોગ બનાવે. આધ્યાત્મિક બાબતે પ્રગતિ આપે. વિદેશ વ્યાપાર વેગવંતો બને. ભાગ્યોદયકારક ગણાય.
(8) વૃશ્ર્ચિક રાશી (ન.ય.) : વૃશ્ર્ચિક રાશીના લોકોને રાહુ આઠમાં સ્થાનમાંથી પસાર થશે. જે વારસાકીય લાભ અપાવે. સાથે કૌટુંબિક બાબતે ધ્યાન રાખવું જરૂરી. વાણીમાં કટાક્ષ વધે આથી વાણી એટલે કે બોલી મધુર રાખવી. રાહુનું દાન તથા જપ કરવા.
(9) ધન રાશી (ભ.ફ.ધ.) : ધન રાશીના લોકોને રાહુ સાતમાં સ્થાનમાંથી પસાર થશે. જે જાહેર જીવનમાં માન-સન્માન આપે. દામ્પત્ય જીવન સુખમાં વધારો કરે. સાથે ખોટા વિચાર વાયુથી બચવું. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે.
(10) મકર રાશી (ખ.જ.) : મકર રાશીના લોકોને રાહુ છઠ્ઠા સ્થાનમાંથી પસાર થશે. જૂની બીમારીમાંથી રાહત મળે. શત્રુઓ દૂર થાય. મોસાળ સુખ વધે નોકરીમાં પ્રમોશન મળે.
(11) કુંભ રાશી (ગ.શ.સ.) : કુંભ રાશીના લોકોને રાહુ પાંચમા સ્થાનમાંથી પસાર થશે. વિદ્યા-અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રગતિ થાય. સંતાન સુખાકારીની પ્રાપ્તિ થાય. પાછલા જન્મના કર્મોનું સારુ ફળ અપાવે.
(12) મીન રાશી (દ.ચ.ઝ.થ.) : મીન રાશીના લોકોને રાહુ ચોથેથી પસાર થશે. જે હાનીકારક ગણાય. છતાં જન્મના ગ્રહ સારા હોય તો પોતાના જમીન મકાન મેળવવાના યોગ ખરા જે લોકોને હૃદયરોગની બીમારી છે તેવોએ ખાસ ખ્યાલ રાખવો. વ્યાપારમાં પુરતુ ધ્યાન આપવું જરૂરી છે. રાહુનું દાન તથા જપ કરવા.
આપણા દેશ ભારતની રાશી ધન ગણાય. રાશી પ્રમાણે રાહુનું ફળ કથન જોતા મિથુનનો રાહુ સાતમા સ્થાનેથી પસાર થશે. આથી આ દોઢ વરસ દરમ્યાન ભારતને પ્રખ્યાતી મળતી રહેશે. વિદેશમાં હજુ પણ ભારતનું નામ થશે. વિદેશ વ્યાપારમાં વધારો થાય. સાથે રાહુની દ્રષ્ટી પ્રમાણે 24 જાન્યુઆરી 2020 સુધી શની અને રાહુની પ્રતિયુતિ દ્વારા શ્રાપિતદોષ થશે. આથી ભારતના લોકોએ રાજકીય બાબતે તથા અન્ય બધી બાબતે સમજી વિચારીને નિર્ણય લેવા જરૂરી બનશે. પાકિસ્તાન બાબતે યોગ્ય અને ઝડપી નિર્ણયો લેવા જરૂરી બનશે.
મીન રાશીના લોકોને ચોથો રાહુ તથા કર્ક રાશીના લોકોને બારમો રાહુ તથા વૃશ્ર્ચિક રાશીના લોકોને આઠમે રાહુ પસાર થશે. આથી તેવોએ મહાદેવજીની દરરોજ કાળાતલથી પૂજા કરવી તે ઉપરાંત બુધવારે રાહુનું દાન મંદિરે મહાદેવજી પાસે મુકવુ. તથા રાહુના મંત્ર, જપ કરવા. દર સોમવારે અથવા બુધવારે રૂદ્રી અભિષેક પણ કરાવી શકાય. જેથી રાહુની અશુભ પીડામાંથી રાહત મળે.
રાહુ તા.7/3/2019થી 23/9/2020 સુધી દોઢ વર્ષ મિથુન રાશીમાં રહેશે.
- શાસ્ત્રી રાજદીપ જોશી
(વેદાંતરત્ન) મીન રાશીના લોકોને ચોથે રાહુ તથા કર્ક રાશીના લોકોને બારમે રાહુ તથા વૃશ્ર્ચિક રાશીના લોકોને આઠમે રાહુ પસાર થશે