શત્રુંજય પરિક્રમા: અબ તો પાર ભયે હમ સાધો !March 07, 2019

શત્રુંજય ! કલ્પનાથી પર જેનો પ્રભાવ છે,
વર્ણનથી પર જેનો મહિમા છે,
આંકડાથી પર જેનો ઇતિહાસ છે,
તેવું પરમ પાવન તીર્થ એટલે
શત્રુંજય !
લોકોની સર્વાધિક શ્રદ્ધા, પ્રીતિ, ભક્તિ સહજપણે જ આ તીર્થાંધિરાજ પ્રત્યે રહેતી આવી છે.
ત્યાં થઇ રહેલી અપ્રતિમ ઉપાસના મન ભીંજવી દે છે.
હે તીર્થાધિરાજ !
સાવ નમાલા, નકામા અને નિર્ગુણી એવા અમને
તે વિરલ કોટિનું સૌભાગ્ય અપાવ્યું છે.
ત્યારે,
તારા અતિ વિરલ કોટિના મહિમાને જાણીને
તેને જાળવી રાખવા કટિબદ્ધ બનું છું.
તેનું બળ પણ તું જ આપજે !
શત્રુંજય ગિરિ એ પર્વતાધિરાજ છે.
શત્રુંજય શબ્દ એ શબ્દાધિરાજ છે.
શત્રુંજય તીર્થ એ તીર્થાધિરાજ છે.
ગિરિરાજની ઉત્તમતાનું બીજું પણ એક પ્રચલિત કારણ છે. શ્રી આદીશ્ર્વર પ્રભુ સ્વયં અહીં નવ્વાણું પૂર્વ વાર પધારી ચૂકયા છે. જ્યાં તીર્થંકર દેવોનું આવાગમન થાય, તે પૃથ્વીખંડ ધન્ય બની જાય છે. તો જે પૃથ્વીખંડને પ્રભુપદનો આટલો પ્રદીર્ઘ સ્પર્શ થયો હોય, તેના થકી તેમાં કેવી આધ્યાત્મિક ઊર્જાનું ઉમેરણ થયું હોય, તે વાત પણ કલ્પી શકાય છે.
(84 લાખ ડ્ઢ 84 લાખ = 70560 અબજ. આને એક પૂર્વ કહેવાય. ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વનું હતું તેમાંથી એક લાખ પૂર્વ દીક્ષા અવસ્થામાં પસાર થયા. અંદાજિત સરેરાશ દર એક હજારને દસ વર્ષે પ્રભુ અહીં પધાર્યા
હતા. પ્રભુની ગિરિરાજ ઉપરની કુલ પધરામણીનો આંકડો મેળવવો હોય તો
70560 અબજ ડ્ઢ 99 = 6985440000000000.)
શ્રી આદીશ્ર્વર પ્રભુની અનેકવારની પધરામણી થકી જેમ આ ગિરિરાજ પાવન થયેલો છે. તેમ અનેક તીર્થંકરોની પધરામણીથી પણ આ ગિરિરાજ પાવન થયેલો છે. વર્તમાન ચોવીશીના (શ્રી નેમિનાથ સિવાયના) ત્રેવીસ તીર્થંકરોની પધરામણી આ ગિરિરાજ ઉપર થયેલ છે. શ્રી અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુએ તો આ ગિરિરાજ પર ચાતુર્માસ ગાળ્યા છે. શ્રી નેમિનાથ પ્રભુ પણ અહીં પધાર્યા તો હતા જ પણ જ્ઞાનમાં વિશેષ ક્ષેત્ર સ્પર્શના ન જણાતા થોડેકથી પાછા ફર્યા હતા. (તે સ્થળે શ્રી નેમિનાથની દેરી છે) તદ્ઉપરાંત, આદીશ્ર્વર ભગવાનના ગણધર શ્રી પુંડરીક સ્વામી અનેક મુનિઓ સાથે આ ગિરિરાજ ઉપરથી મોક્ષપદને પામ્યા હતા. આમ, આ કારણે પણ શ્રી શત્રુંજય મહાતીર્થનું ક્ષેત્રમાહાત્મ્ય વિકસ્યું છે.
આ ક્ષેત્રનો કોઇ જોટો નથી. તેની ગરિમા અને તેના મહિમાની કોઇ સીમા નથી, તેની કોઇ સરખામણી નથી. આવી પવિત્ર તીર્થભૂમિ મેળવવાનું સૌભાગ્ય બહુ ઓછાને મળ્યું છે.
ભગવાનના વચનથી દૂર થઇને કયારેય ભગવાનની નજીક પહોંચી શકાતું નથી. આજ્ઞાપાલન એ ખરી ભાવપૂજા છે. જયણા, કરૂણા, વિધિ અને વિવેક ચૂકી જવાથી યાત્રા નિષ્પ્રાણ બની જાય છે. અહીં કોઇપણ ઉપાસ્ય તત્ત્વની અવહેલના, ટીકાથી પર રહીને વચનયતના પણ જાળવવી.
આપણે જાત્રાળુ બનવા સાથે જયણાળુ પણ બનવાનું છે !
"અબ તો પાર ભયે હમ સાધો !
શ્રી સિદ્ધાચલ દર્શન કરી.
આજે તો ઉપર દાદાને ભેટીને કરોડો ભવોના કર્મોની હોળી કરવી છે !
આજે તો વિરલ ભક્તિના દીવડા પ્રગટાવી દિવાળી કરવી છે !
આજે તો અધ્યવસાયના પતંગને ઊંચે આભમાં ઉડાડીને ખરી ઉત્તરાયણ ઉજવવી છે !
સાક્ષાત કલ્પવૃક્ષ મળી ગયું છે. આજે તો ભવોભવની દરિદ્રતાના ચૂરા કરવા છે. આજે કાંઇ બનવા નથી જવું, કંઇક પામીને આવવું છે.
આજે દાદાનો પ્રક્ષાલ કરીશ, સાથે મારા દોષોને પખાળી દઇશ.
તાજા તરવા સંકલ્પ પુષ્પો દાદાને ચડાવી દઇશ.
શુભભાવોના સ્વસ્તિક ઉપર પ્રીતિના મઘમઘતા ફળ અને ભક્તિના મધુરા નૈવેદ્ય ધરીશ. દાદા કને કંઇક એવું માંગીશ કે જે બીજે કયાંય ન મળે. આજે તો એવી યાત્રા કરીશ કે મારા દાદાને ય એ કાયમ યાદ રહી જાય !
(જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ લખાયું હોય
તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ ) શ્રી આદીશ્ર્વર પ્રભુ સ્વયં અહીં નવ્વાણું પૂર્વ વાર પધારી ચૂકયા છે. જ્યાં  તીર્થંકર દેવોનું આવાગમન થાય, તે પૃથ્વીખંડ ધન્ય બની જાય છે. તેમાં કેવી આધ્યાત્મિક ઊર્જાનું ઉમેરણ થયું હોય, તે વાત પણ કલ્પી શકાય છે છ ગાઉ યાત્રા
આ દિવસે ભાડવા ડુંગર પર શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્રો સાધુ ભગવંતો સાથે મોક્ષ પામ્યા હતા.
ફાગણ સુદ 13 થી પૂ.આદિનાથદાદાના જયઘોષ સાથે યાત્રાનો આરંભ થાય છે. નીચે તળેટીથી પગથિયા ચડીને દાદાના દરબારમાં દર્શન કરીને પાછળના ભાગે ઉતરીને સિધ્ધવડ પાસે આ યાત્રા પૂરી થાય છે. યાત્રા કરીને લોકો લીલોતરી - ડ્રાયફ્રુટ ત્યાગ કરે છે. સિદ્ધક્ષેત્ર છે, તેમ સાધનાક્ષેત્ર પણ છે
આ પાવન ક્ષેત્રમાં કાયમ સેંકડો શ્રમણ-શ્રમણી ભગવંતોની ઉપસ્થિતિ હોય છે.
દર વર્ષે હજારો ભાવિકો ગિરિરાજની છાયામાં ચોમાસું કરે છે.
દર વર્ષે લાખો યાત્રિકો ગિરિરાજની યાત્રાઓ કરે છે.
દર વર્ષે હજારો યાત્રિકો ગિરિરાજની નવ્વાણું યાત્રા કરે છે.
દર વર્ષે હજારો યાત્રિકો ગિરિરાજ પર નિર્જલ છઠ્ઠ સાથે સાત યાત્રા કરીને પોતાનો શીઘ્રમોક્ષ નિશ્ર્ચિત કરે છે.
ચેન્નાઇના એક આરાધકે ગિરિરાજ ઉપર છઠ્ઠ સાથે સાત યાત્રા કરી, અઠ્ઠમ સાથે અગ્યાર યાત્રા કરી, પછીના વર્ષે નવ ઉપવાસ સાથે 39 યાત્રા કરી અને તે પછીના વર્ષે (2062માં) દસ ઉપવાસ કરીને પૂરી 44 યાત્રા કરી. અહો સત્ત્વં !
તાજેતરમાં એક શ્રમણી ભગવંતે પાંત્રીસમી વખત ગિરિરાજની નવ્વાણું યાત્રા પૂર્ણ કરી.
પાલીતાણા ગામમાં રહેતા એક શ્રાવક છેલ્લાં અડતાલીસ વર્ષથી દરરોજ તળેટીનું ચૈત્યવંદન કરીને પછી જ પચ્ચક્ખાણ પારે છે.