અમરેલી નજીક જિનિંગ મિલના તાળાં તોડી રૂા. 25 હજારની ચોરીMarch 07, 2019

અમરેલી તા,7
અમરેલીના લાઠી રોડ ઉપર રહેતા અને અમરેલી નજીક આવેલ કેરીયાનાગસ ગામે આવેલ જામુડા ગામે જવાના રસ્તે ધરતી કોટન ઈન્ડસ્ટ્રીઝનાં નામે જીનીંગ મીલના ભાગીદાર પ્રવિણભાઇ વાઘજીભાઇ રામાણીના કારખાનામાં જીનીંગ મીલને તાળુ મારી અમરેલી પોતનાના ઘરે આવી ગયા બાદ કોઇ ઈજાણ્યા તસ્કરોએ જીનીંગ મીલની મુખ્ય ઓફીસનાં મેઈન લોખંડના દરવાજાનો ચાપડો તોડી અંદર પ્રવેશ કરી અંદર રહેલ લોખંડની તિજોરીનું બારણું કોઇ લોખંડની વસ્તુની બળપ્રયોગ કરી તિજોરીમાં રાખેલ રોકડ રકમ રૂા.23 હજાર તથા અન્ય રૂમમાં રાખેલ જુદી જુદી ચીજવસ્તુ તથા મુલામાલ કી. રૂા. 2500 મળી કુલ રૂા.25500ના મુદામાલની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ બે રહેણા:ક મકાનમાં રુ.1.54 લાખના મુદામાલની ચોરી થયાના બનાવની શાહી પણ સુકાય નથી ત્યાં ચોરીની બીજી ઘટના બનતા લોકોમાં તસ્કરોના કારણે ફફડાટ ફેલાયો છે.