પરીક્ષા જ છે, ડરો નહીં, ઉત્સાહ રાખોMarch 07, 2019

રાજકોટ તા.7
12મી માર્ચથી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આરંભ થઇ રહ્યો છે. હવે આ પરીક્ષાને માત્ર 6 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની અંતિમ તબક્કાની તૈયારીમાં લાગી ગયા છે. આ અંતિમ અને સૌથી અગત્યના તબક્કામાં અભ્યાસક્રમને વ્યવસ્થિત રીતે ભાગ પાડી તૈયારી કરવામાં આવે તો વધુ સારૂ પરીણામ મેળવી શકાશે.
બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ ઉપર વાલીઓ હાવી ન થાય અંતિમ તબક્કામાં રીડ, રીકોલ અને રીન્યુને યાદ રાખો જરૂર સફળતા મળશે. આ પરીક્ષા જ છે કોઇ જંગ નથી માટે ડરો નહીં પણ સામનો કરો.
પરીક્ષાથી ડરવાની જરૂર નથી. પરીક્ષા એ પુરૂષાર્થનો ઉત્સવ છે. જો તમે વર્ષ દરમિયાન અને છેલ્લા દિવસોમાં સાચો પુરૂષાર્થ કર્યો હશે તો તમને પરીક્ષા ઉત્સવ જેવી લાગશે. આનંદ કરતા કરતા પરીક્ષા આપવામાં આવે તો તેનું પરીણામ અવશ્ય રંગ લાવે પરંતુ કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષાની શોકમય વાતાવરણમાં તૈયારી કરતા હોય છે. જેના કારણે તેનું પરીક્ષામાં પણ શોક લાગતો હોય તેવું જ આવે છે પરીણામ માટે ડટ નહી ઉત્સાહ રાખો.
પરીક્ષાના દિવસે મન સ્વસ્થ અને શાંત રાખો વધુ ગુણ મેળવીને જ હું ઝંપીશ તેવો સંકલ્પ કરશો તો પરીક્ષામાં અવ્વલ જ આવશો. પેપર હાથમાં આવે ત્યારે શું કરવું?
ક્ષ પ્રશ્ર્નપત્રમાં, જવાબવહીમાં કયાંય પણ ઇષ્ટદેવનું નામ કે અન્ય ચિહ્ન કરવાથી તમારૂ પેપર અનામત ન રહે છે.
ક્ષ દરેક વિભાગ લખવા માટે અગાઉથી ટાઇમ મેનેજમેન્ટ જાળવી રાખજો. બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, સુપરવાઇઝરોએ જ લગાડવાનું હોય છે.
ક્ષ તમારી મેઇન પુરવણી નંબર તથા સુપરવાઇઝરની સહી તમારી રીસીપ્ટમાં કરવાનું ભુલતા નહીં.
ક્ષ પરીક્ષાના સમયે જ્યારે પેપરમાં ઉત્તર લખો ત્યારે સ્ટાર, ફુદડી તીર વગેરે નિશાની કરો. પેપર પુરૂ કરો ત્યારે સપ્લીમેન્ટરી વતા પુરક સપ્લીમેન્ટરી કેટલી વાપરી તેની નોંધ કરો.
ક્ષ નવો પ્રશ્ર્ન નવા પાને લખવાની ટેવ પાડો તેમજ વિભાગ બદલાય એટલે પાનું બદલાવો.
ક્ષ મુખ્ય પ્રશ્ર્નો તથા પેટા પ્રશ્ર્નો લખો ત્યારે તેનો નંબર ખાસ દેખાય તેમ દર્શાવવું ખાસ જરૂરી છે. શું ન કરવું જોઇએ?
હ કમ્પ્યુટર, ગેમ, ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો કરવો
હ રાતે ચા-કોફી બહુ ન પીવી
હ નકારાત્મક વિચારોથી
દુર રહેવું
હ બહુ લાંબો બ્રેક ન લેવો જે એકાગ્રતાને ભંગ કરે છે. શું ધ્યાન રાખવું?
હતમામ વિષયો માટે ટાઇમટેબલ સેટ કરો.
હ બે થી ત્રણ કલાક વાંચ્યા
બાદ 20 મિનિટનો બ્રેક લો.
હ ભુખ્યા પેટે વાંચવું નહીં
હ નવા ટોપીક માટે મોડીરાતે
વાંચવું નહીં.
હ બને તો જેટલું વાંચો તેને ફરીથી લખો જેનાથી વિદ્યાર્થીઓની સ્પીડ વધશે. યોગ્ય ખોરાક લઇ તનાવને દૂર કરો
હ હાઇ પ્રોટીન ખાવાનું રાખો, ડ્રાયફ્રુટ, ફળો ખાવ
હ વેજીટેબલ સુપ અથવા
ફ્રુટનાં શેઇક પીવા
હ નાસ્તો જરૂર કરવો,
દુધ પીવાનું રાખો
હ દિવસમાં 12 થી 13 ગ્લાસ
પાણી પીવો
હ ત્રણથી ચાર કલાકનું અંતર
રાખી ખાવાનું રાખો   વિદ્યાર્થીઓએ હેલ્ધી ખોરાક લેવો જરૂરી
હ વિદ્યાર્થીઓએ હેવી ખોરાક નહીં, પણ હેલ્ધી ખોરાક લેવો વધારે જરૂરી છે.
હ તનાવમાંથી બહાર નીકળવા 15 થી 20 મિનિટનો સમય કાઢી યોગા કરવા જોઇએ.
હ વિદ્યાર્થીઓને પોતાને એનર્જી મળે તે જરૂરી છે માટે ડ્રાયફ્રુટ ખાવા વધારે ફાયદાકારક છે.
હ મોડીરાતે વિદ્યાર્થીઓએ ડીનર લેવાનું ટાળવું. બને તો ફ્રુટ ખાવા જોઇએ. તનાવમુક્ત રહેવું આવશ્યક
હ તનાવથી ઘણું નુકસાન થાય છે
હ તનાવથી શરીર કમજોર બને છે.
હ યાદ રાખવામાં પણ તકલીફો પડે છે.
હ ઇમોશ્નલ બ્રેકડાઉન થાય છે.