કચ્છના વરાડિયા ગામે ડબલ મર્ડરMarch 06, 2019

અબડાસા પંથકનાં યુવક અને તરૂણીની કરપીણ હત્યા; આરોપીઓ ફરાર
 બનાવનો ભેદ ઉકેલવા માટે કોઠારા પોલીસની મથામણ: વાડી પાસેથી મળી લાશ
ભુજ તા.6
થોડા સમય પહેલાં સૌરાષ્ટ્રમાં એક ત્યક્તા મહિલા અને એક પુરૂષની કરપીણ હત્યાનો બનાવ બહાર આવ્યો હતો, જે લગ્નેત્તર સંબંધના અંજામરૂપ હતો. હવે કચ્છમાં પણ એક યુવક અને એક તરૂણીની હત્યા થઇ છે, જેના કારણ અને આરોપીઓ વિશે હજુ કોઇ ફોડ પડ્યો નથી, પરંતુ પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા મથામણ આદરી છે.
અબડાસા તાલુકાના વરાડીયા ગામે ગઈકાલે રાતે એક વાડીમાં ડબલ મર્ડર ઘટના સામે આવી છે કોઠારા પોલીસ સ્ટેશન હદમાં આવતા વરાળીયા ગામની સીમમાં સુલેમાન મંધરા ની વાડી પાસે યુવતી અને યુવકની લાશ મળી આવી છે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા વરાડીયા ગામના ઇશાક આમદ મંધરા (ઉ.વ. 35 રહેવાસી વરાડીયા) તેમજ રુકસાના ઇબ્રાહિમ મંધરા (ઉ.વ. 17 રહેવાસી વરાડીયા )ની કોઇ અજાણ્યા ઈસમોએ હત્યા કરી છે. કોઠારા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.